એપશહેર

અમૂલ રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરનારું દૂધ બજારમાં ઉતાર્યું, વધુ પ્રોડક્ટ્સ આવશે

Tejas Jinger | TNN 30 Apr 2020, 9:42 am
વડોદરાઃ કોરોના વાયરસના ખતરા વચ્ચે તેનાથી બચવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે અમૂલ પણ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા દૂધની બનાવટ કરશે. બજારમાં એવું દૂધ અમૂલ લાવશે કે જે સ્વાસ્થ્ય વર્ધક હોવાની સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરનારું હશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આયુષ મંત્રાલય દ્વારા ગાઈડલાઈન્સ રજૂ કરવામાં આવી છે કે જેના પ્રયોગના આધારે વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એટલે કે અમૂલે રોગ પ્રતિકારક ક્ષમતા વધારનારું ‘હલ્દી દૂધ’ માર્કટમાં ઉતારી દીધું છે.આ પછી અમૂલ ટૂંક સમયમાં આદુ અને તુલ્સીવાળું દૂધ પણ લાવશે. GCMMFના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરીને જણાવ્યું કે, આ પહેલી ખાદ્ય સામગ્રી છે જે Covid-19ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે સૌથી પહેલા હલ્દી દૂધ તૈયાર કરવામાં આવ્યું છે.
આ સાથે આરએસ સોઢીએ આગળ જણાવ્યું કે, “આ યોગ્ય સમય છે જ્યારે આયુષ મંત્રાલયની ગાઈડલાઈન્સ પ્રમાણે રોગ પ્રતિકારક શક્તિ વધારનારી પ્રોડક્ટ લોન્ચ કરી શકાય.” આ પ્રોડક્ટ આણંદની અમૂલ ડેરીમાં તૈયાર કરવામાં આવશે. જ્યાં એક દિવસમાં બે લાખ પ્રોડક્ટ તૈયાર કરવાની કેપેસિટી છે.તેમણે આગળ ઉમેર્યું કે, અમે આ સિવાય રોગ પ્રતિકારક શક્તિ વાધારનારી આદુ અને તુલ્સીનું દૂધની પ્રોડક્ટ પણ જલદી લોન્ચ કરવાના છીએ. તેમણે કહ્યું કે, “હળદરનો ઉપયોગ રસોડામાં મોટા પ્રમાણમાં થાય છે, તેને સપ્લિમેન્ટની સાથે બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ ઉપયોગ થાય છે. દુનિયમાં થયેલી અલગ-અલગ તપાસોમાં હળદરને સૂપર ફૂડ માનવામાં આવ્યું છે.” ગરમીમાં PPE કિટથી પરસેવાના રેલા ઉતરે છે, છતાંય ફરજમાં અડગ છે પોલીસ અને મેડિકલ સ્ટાફ

Read Next Story