એપશહેર

બોપલમાં મંજૂરી વગર રેલી કાઢવાના કેસમાં હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ

I am Gujarat 20 Feb 2020, 10:25 am
અમદાવાદ: બોપલમાં વર્ષ 2017માં મંજૂરી વિના રેલી કાઢવાના કેસમાં મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ સામે આ ત્રીજું ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.વિધાનસભા ચૂંટણી પહેલા 11 ડિસમેબર 2017ના રોજ હાર્દિક પટેલ બોપલમાં મંજૂરી વગર રેલી કાઢી હતી. મામલતદાર કચેરીએ રેલીની પરવાનગી ન આપી હોવા છતાં રેલી કાઢવામાં આવતા હાર્દિક સહિત 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ સામે બે વોરંટ થઈ ચૂક્યાં છે.7 ફેબ્રુઆરીએ શહેરની સેશન્સ કોર્ટે રાજદ્રોદ કેસમાં સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહેતા તેની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. તે દિવસે હાર્દિક પટેલની વિરમગામ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ તેણે કોર્ટને કહ્યું હતું કે તે રાજદ્રોહ કેસની સુનાવણી દરમિયાન હાજર રહેશે.આ દરમિયાન વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઓગસ્ટ 2015માં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બનેલી હિંસા માટે ગુજરાત હાઇકોર્ટે તેની આગોતર જામીન અરજી ફગાવતા હાર્દિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જેના કારણે સેશન્સ કોર્ટે રાજદ્રોહ કેસમાં તેની સામે બે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યા છે.

Read Next Story