એપશહેર

ATSએ 25 KG ડ્રગ્સ સાથે પાંચની કરી ધરપકડ, મુંબઈ સપ્લાય કરાતુ હતું?

વડોદરાના સિંધરોટ ગામ નજીકથી ગુજરાત એટીએસે ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ત્યારે એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, પાંચેક જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે જ ટીમે 25 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. આ ડ્રગ્સ મુંબઈ સપ્લાય કરવામાં આવતું હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે. ઘણાં લાંબા સમયથી આ ફેક્ટરી ધમધમતી હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 30 Nov 2022, 11:36 am

હાઈલાઈટ્સ:

  • ગુજરાત એટીએસે સિંધરોટ ગામ નજીકથી ઝડપ્યો ડ્રગ્સનો જથ્થો
  • પોલીસે પાંચેક જેટલા આરોપીઓને ઝડપ્યા હોવાની માહિતી
  • ડ્રગ્સ મુંબઈ સપ્લાય કરવામાં આવતું હોવાનો પણ દાવો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ats caught drugs from vadodara
ગુજરાત ATSએ વડોદરા નજીક ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
વડોદરાઃ ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. ચૂંટણી વચ્ચે જ ગુજરાતના વડોદરામાંથી મોટી જથ્થામાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગુજરાત ATSએ વડોદરા નજીક ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. ગુજરાત ATSએ સિંધરોટ ગામ નજીક ધમધમતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં એક જાણીતા ફાર્મની પાછળના ખેતરમાં આવેલા ગોડાઉનમાંથી અંદાજે 25 કિલો ડ્રગ્સ ઝડપી પાડવમાં આવ્યુ છે. સાથે જ એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, 25 કિલો ડ્રગ્સ સાથે પાંચ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં આ મામલે વધુ ખુલાસા થઈ શકે છે. સાથે જ એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે આ ડ્રગ્સ મુંબઈ સપ્લાય કરવામાં આવતું હતું.
25 કિલો ડ્રગ્સ ઝડપાયું
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ATSની ટીમે વડોદરાના ગ્રામ્ય વિસ્તાર સિંધરોટ ગામ નજીક ગઈ રાત્રે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 25 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ પાંચ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. હવે પોલીસ પૂછપરછમાં આ મામલે મોટો ખુલાસો થઈ શકે છે. ખુલ્લી જગ્યામાં ગોડાઉનમાં ડ્રગ્સ જેવા કેમિકલનો કારોબાર ચાલી રહ્યો હોવાની બાતમી એટીએસને મળી હતી. જે બાદ રાત્રે અચાનક જ એટીએસની ટીમ ત્રાટકી હતી. સિંધરોટમાં મોડી રાત્રી સુધી આ દરોડા ચાલ્યા હતા.
વડોદરામાં ATSનો દરોડો, ખુલ્લી જગ્યામાં શેડ બાંધી બનાવાતું MD ડ્રગ્સ ઝડપાયું
FSL અને અન્ય એજન્સીની પણ લેવાઈ મદદ
ગુજરાત ATSની ટીમ દ્વારા FSL અને અન્ય એજન્સીની પણ મદદ લેવામાં આવી હતી. ATS ટીમ દ્વારા સર્ચ દરમિયાન MD ડ્રગ્સ બનાવવાની ચીજ વસ્તુ જેવી વસ્તુઓ મળી આવી છે. મોટી સંખ્યામાં હાલ ત્યાંથી કાચો માલ મળી આવ્યો છે. ત્યારે આ માલ શેનું ઉત્પાદન કરવા વાપવામાં આવતું હતું તે અંગે તપાસ કરવામાં આવી છે. ગુજરાત ATSની ટીમે સર્ચ અંગેની હાલ ખરાઈ કરી છે. જેમાં મોટી સંખ્યામાં ચીજવસ્તુઓ મળી આવી છે. આ અંગે સ્થાનિક પોલીસ, SOG અને અન્ય ટીમોની પણ મદદ લેવામાં આવી છે. પોલીસે પણ આ અંગે હાલ આસપાસ સર્ચ શરુ કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાથી શેડ બનાવી MD ડ્રગ્સ બનાવવાની પ્રવૃતિ ચાલી રહી હોવાની માહિતી મળી હતી.
મોરબી બ્રિજ દુર્ઘટનાઃ પીડામાંથી બહાર નથી આવ્યા મૃતકોના પરિવારજનો, ગુનેગારો ખુલ્લેઆમ ફરતાં હોવાથી હતાશ
ફેક્ટરીમાં સંગ્રહ કરતો હતો જથ્થો
આ મામલે ફેક્ટરીના માલિક પિયુષ પટેલની પૂછપરછ કરાઇ હતી. જેમાં MD ડ્રગ્સનો જથ્થો ફેક્ટરીમાં સંગ્રહ કરીને રાખતા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે વધુ એક વખત વડોદરા પંથકમાંથી જ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. મહત્વનું છે કે, અગાઉ 16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSએ રેડ પાડી હતી. આ રેડમાં રુપિયા 1125 કરોડની કિંમતનું 225 કિલો MD ડ્રગ્સ ઝડપાયું હતું.
Read Latest Vadodara News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story