એપશહેર

વડોદરાઃ લિફ્ટમાં માથુ ફસાઈ જતા યુવકનું કમકમાટીભર્યું મોત

વડોદરામાં એક ફ્રૂટની દુકાનમાં કામ કરતો હતો યુવક, ઘટનાની દોડધામ સીસીટીવીમાં થઈ કેદ

I am Gujarat 27 Feb 2021, 8:20 pm

હાઈલાઈટ્સ:

  • વડોદરાની એક જથ્થાબંધ ફ્રૂટની દુકાનમાં બની અરેરાટી ઉપજાવે તેવી ઘટના
  • દુકાનમાં કામ કરતા કર્મચારી યુવકનું માથુ લિફ્ટમાં ફસાઈ જતા તેનું મોત નિપજ્યું
  • 15 દિવસ પહેલા જ દુકાનમાં નોકરીએ લાગ્યો હતો યુકવ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat fruites
લિફ્ટમાં ફસાઈ જતા મૃત્ય થવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. જેમાં વડોદરામાં ફ્રૂટ્સની દુકાનમાં કામ કરતા એક યુવકનું લિફ્ટમાં ફસાઈ જતા મોત નિપજ્યું છે. શહેરના ખંડેરાવ માર્કેટમાં આવેલી એક ફ્રૂટ્સની દુકાનમાં કામ કરી રહેલો યુવક લિફ્ટમાં ફસાઈ ગયો હતો અને તેનું માથુ ફૂટી જતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. યુવક 15 દિવસ પહેલા જ દુકાનમાં નોકરી પર લાગ્યો હતો.
કાન્હા ભરવાડ નામનો યુવક વડોદરાની આર.આર ફ્રૂટ્સની દુકાનમાં નોકરી કરતો હતો. શનિવારે બપોરે ફ્રૂટના માલિક પોતાની ખુરશીમાં આરામ કરી રહ્યા હતા ત્યારે સંજય નામનો અન્ય કર્મચારી કામ કરી રહ્યો હતો. કન્હા લિફ્ટમાં ત્રીજા માળે ગયો હતો અને અચાનક જ અવાજ આવતા સંજય ત્યાં ઉપર દોડી ગયો હતો. તેણે જોયું તો લિફ્ટમાં માથુ ફસાઈ જતા કાન્હાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આજુબાજુ લોહીનું ખાબોચીયુ ભરાઈ ગયું હતું.

દુકાન માલિક પણ આ જોઈને હતપ્રભ થઈ ગયા હતા. ઘટનાની જાણ થયા બાદ કાન્હાના પરિવારજનો પણ દુકાને દોડી આવ્યા હતા અને તેઓ તેના મૃતદેહને લઈને ઘરે ગયા હતા. પોલીસને ઘટનાની જાણ થઈ હતી અને તે પણ ઘટના સ્થળે પહોંચી હતી. પરિવાર મૃતદેહ લઈ ગયો હોવાની જાણ થતાં જ પોલીસ કાન્હાના ઘરે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટે પરિવારને સમજાવ્યો હતો. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજ દ્વારા ઘટનાની તપાસ કરી રહી છે.

Read Next Story