એપશહેર

કાર માલિકનો અનોખો વિરોધ! 24 લાખની ગાડી બે જ દિવસમાં બગડી ગઈ તો ગધેડા જોડીને પહોંચ્યો શો-રુમ

સંસ્કારી નગરી વડોદરાનો એક વીડિયો સામે આવી રહ્યો છે જેમાં એક કાર માલિક પોતાની કાર આગળ બે ગધેડા જોડીને શો-રુમ પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાર માલિકે કાર ખરીદી તેના બે જ દિવસમાં તે બગડી ગઈ હતી. ફોન અને ઈ-મેઈલ પર સંતોષકારક જવાબ ન મળવાને કારણે તેમણે આ પ્રકારનો રસ્તો અપનાવ્યો હતો.

Authored byZakiya Vaniya | I am Gujarat 17 Sep 2022, 2:42 pm
જો તમારી પાસે કોઈ પણ વાહન હશે અને જો ખાસકરીને કાર હશે તો તમે તેની ખાસ કાળજી રાખતા હશો. અને તેમાં પણ જો ગાડી નવી ખરીદી હોય ત્યારે તો તેની વધારે પડતી જ દેખભાળ રાખવામાં આવે છે. પરંતુ જો તમે પૈસા ખર્ચીને નવી નક્કોર કાર ખરીદો અને એ ગણતરીના દિવસમાં જ બગડી જાય તો? આવી જ એક સ્થિતિ વડોદરાના જગદીશ ગનવાણી સાથે બની છે. જગદીશે 24 લાખ રુપિયાની એક ગાડી ખરીદી પણ બે જ દિવસમાં તે બગડી ગઈ. આટલુ જ નહીં, શો-રુમમાં જ્યારે ફરિયાદ કરવામાં આવી અને રિફંડ મેળવાવનો પ્રયત્ન કરવામાં આવ્યો તો પણ તેમને કડવો અનુભવ થયો.
I am Gujarat Vadodara
ગધેડા, ઢોલ લઈને શોરુમ પહોંચ્યા કાર માલિક.


સિક્યોરિટી ગાર્ડની નોકરી માટે ગનનું લાઈસન્સ મેળવવા હાઈકોર્ટ પહોંચ્યો વડોદરાનો યુવક
નવી નક્કોર કાર આ પ્રકારે ખરાબ થઈ જતા જગદીશનો ઉત્સાહ ઓસરી ગયો હતો. પ્રોડક્ટ અને સર્વિસ બન્ને જ ખરાબ હોવાને કારણે તેઓ રોષે ભરાયા હતા અને કંટાળીને વિરોધનો અનોખો રસ્તો અપનાવ્યો હતો. અત્યારે વડોદરા શહેરમાં આ બનવાની ચર્ચા ચાલી રહી છે. જગદીશે પોતાની કાર પર પોસ્ટર લગાવ્યા અને આગળ બે ગધેડા પણ જોડ્યા હતા. સાથે જ તેઓ ઢોલીને પણ શો-રુમ ળઈ ગયા હતા. આ જોઈને શો-રુમના સંચાલકોએ ત્વરિત પ્રતિક્રિયા આપી હતી.


જગદીશ જણાવે છે કે, મેં 9 સપ્ટેમ્બર 2022ના રોજ નવી ગાડી ખરીદી હતી. ગાડીમાં સમસ્યા હોવાને કારણે મેં કંપનીને ઈ-મેઈલ કર્યો હતો પરંતુ તેનો કોઈ જ જવાબ નહોતો મળ્યો, જેથી હું તે શો-રુમ લાવ્યો અને જે સમસ્યા હતી જે જણાવી હતી. તેમણે શરુઆતમાં ના પાડી હતી પરંતુ પાછળથી પેમેન્ટ રિટર્ન કરવાની હા પાડી છે. હું પાંચ દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું. હવે પેમેન્ટની પ્રોસેસ શરુ થઈ ગઈ છે. મને મેઈલ કે ફોન પર કોઈ જવાબ નહોતો મળ્યો. ટેસ્ટ ડ્રાઈવ લઈને પછી મેં ગાડી ખરીદી હતી તો પણ તેમાં આવી તકલીફ નીકળી.

રસ્તે રખડતી ગાયે ગર્ભવતી મહિલાને લીધી અડફેટે, તેની પાંચ વર્ષની દીકરી પર પણ કર્યો હુમલો
અનોખો વિરોધ કરીને ચર્ચાનો વિષય બનેલા જગદીશ જણાવે છે કે, કંપનીએ પહેલા વ્યવસ્થિત જવાબ ના આપતા મેં ગધેડા બોલાવ્યા અને ગાડી સાથે બાંધ્યા હતા. હવે તેઓ માની ગયા છે અને પેમેન્ટ રિફંડની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. નોંધનીય છે કે શો-રુમની બહાર આ પ્રકારે ગધેડા અને ઢોલી જોઈને કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. નોંધનીય છે કે કાર માલિક જગદીશે મોટું સ્ટીકર બારી પર ચોંટાડ્યુ હતું જેના પર લખવામાં આવ્યુ હતું, 24 લાખની ગાડી, 2 દિવસમાં જ ખરાબ નીકળી.

Read Next Story