એપશહેર

આણંદની એક કૉલેજના પ્રોફેસરે નગ્ન અવસ્થામાં કર્યો વિદ્યાર્થિનીને વિડીયો કોલ

પશુઓની સારાવાર અને સર્જરીનું શિક્ષણ આપતી આણંદની એક કૉલેજના પ્રોફેસર વિવાદમાં સપડાયા છે. પ્રોફેસેરે કૉલેજની જ એક વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં વિડીયો કોલ કર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે

I am Gujarat 27 Nov 2021, 6:34 pm

હાઈલાઈટ્સ:

  • આણંદની એક કૉલેજના પ્રોફેસરે નગ્ન અવસ્થામાં વિદ્યાર્થિનીને કર્યો વિડીયો કોલ
  • ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીએ કૉલેજના સંચાલકોને કરી રજૂઆત, પણ પગલા ન લેવાયા
  • વિદ્યાર્થિનીએ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, રાજ્યપાલને લેખિતમાં કરી છે રજૂઆત
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anadn
આણંદઃ ઈન્ટરનેટ અને સ્માર્ટફોન આવ્યા પછી ગુનાખોરીમાં પણ વધારો થયો છે. આજ કાલ લોકો ભાન ભૂલીને વિડીયો કોલ દ્વારા પણ ગુના આચરતા હોય છે. વિડીયો કોલ કરીને કોઈને હેરાન પરેશાન કરવા અને બીભત્સ માગણીઓ કરવી હવે છાની રહી નથી. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પશુઓની સારાવાર અને સર્જરીનું શિક્ષણ આપતી આણંદની એક કૉલેજના પ્રોફેસર વિવાદમાં સપડાયા છે.
પ્રોફેસેરે કૉલેજની જ એક વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં વિડીયો કોલ કર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. એટલું જ નહીં વિડીયો કોલ કરીને તેઓએ બીભત્સ માંગણી પણ કરી હતી. આ ઘટનાથી વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. તેણે કૉલેજના સંચાલકો સમક્ષ રજૂઆત કરી હતી. જો કે, કૉલેજ સંચાલકો દ્વારા પ્રોફેસેર વિરૂદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નહોતી. જે બાદ આ વાતની રજૂઆત મુખ્યમંત્રી, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને લેખિતમાં કરવામાં આવતા હાહાકાર મચી ગયો હતો.
ગોંડલ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટના સ્થળે કરૂણ મોત
એજ્યુકેશનના હબ ગણાતા આણંદ અને વિદ્યાનગરને લાંછન લગાવતા આ કિસ્સામાં એક યુનિવર્સિટીના કુલપતિના પુત્રે જ આ પરાક્રમ કર્યુ હોવાનો આરોપ છે. થોડા જ દિવસો અગાઉ કૉલેજમાં શિક્ષણ કાર્ય આપતા પ્રોફેસરે પોતાના પિતાના હોદ્દાનો દુરઉપયોગ કરીને કૉલેજની એક વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં વિડીયો કોલિંગ કર્યુ હતુ. એ પછી બીભત્સ માંગણી પણ કરી હતી. આ વાતથી વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. પ્રોફેસર દ્વારા ભવિષ્યમાં ફરી આવુ ન બને એ માટે વિદ્યાર્થિનીએ પોતાની બહેનપણીઓ સાથે મળીને કૉલેજના સંચાલકોને રજૂઆત કરી હતી.
અકસ્માતમાં માવતર ગુમાવનાર સુરતની ત્રણ દીકરીઓ માટે દાનની સરવાણી ફૂટી
કૉલેજે સંચાલકોને આ વાતની રજૂઆત કરવા છતા પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નહોતી. બાદમાં આ મામલે ભીનુ સંકેલાઈ ગયુ હતુ. આખરે કંટાળીને વિદ્યાર્થિનીએ ઉચ્ચ રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી હતી. ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં સ્ક્રીનશોટના ફોટા પણ રજૂ કરવામાં આવ્યા છે. જો કે, આ મામલે વિદ્યાર્થિની કે તેના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ત્યારે હવે આ નરાધમ પ્રોફેસર વિરૂદ્ધ કેવા પ્રકારના પગલા લેવામા આવે છે એ જોવાનું રહ્યું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો