એપશહેર

પગમાં ભલે ખોડ હોય પણ સાહસમાં ખોટ નથી! વડોદરાની 17 વર્ષની ડિંકલ કિકબોક્સિંગમાં સ્ટેટ ચેમ્પિયન બની

ડિંકલ જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે બક અકસ્માતમાં તે અને તેના માતા ઈજાગ્રસ્ત થયા હતા. ડિંકલના માતાના બન્ને પગ કાપવા પડ્યા હતા જ્યારે ડિંકલના એક પગમાં ખોડ રહી ગઈ હતી. પરંતુ ડિંકલે હાર નહોતી માની. તે સ્ટેટ કિકબોક્સિંગ ચેમ્પિયન બની ગઈ છે. વડોદરાની ડિંકલ હવે રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય કક્ષાએ રમવા માંગે છે.

Authored byTushar Tere | Edited byZakiya Vaniya | TNN 5 Jan 2023, 9:56 am
વડોદરા- પાછલા ઘણાં મહિનાઓથી વડોદરા શહેરની કિકબોક્સર ડિંકલ ગોરખાને લોકો અલગ અલગ પ્રકારની સલાહ આપી રહ્યા છે. સૌથી સામાન્ય સલાહ એ છે કે, કિકબોક્સિંગ છોડી દે, નહીં તો તારો પગ હંમેશા માટે ક્ષતિગ્રસ્ત રહી જશે. પરંતુ 17 વર્ષીય ડિંકલ ગોરખાએ આગવા અંદાજમાં તમામ લોકોની બોલતી બંધ કરી. એક પગથી દિવ્યાંગ હોવા છતાં ડિંકલે તાજેતરમાં જ કિકબોક્સિંગની ટૂર્નામેન્ટમાં રાજ્યકક્ષાએ ટ્રોફી જીતી છે.
I am Gujarat dinkal
સ્ટેટ ચેમ્પિયન બની ડિંકલ ગોરખા.


ઉલ્લેખનીય છે કે, પ્રેસિડન્ટ્સ કપ માટેની કિકબોક્સિંગ સ્પર્ધામાં ડિંકલે પોતાના પ્રતિસ્પર્ધીઓને બરાબર ટક્કર આપી હતી. આ સ્પર્ધામાં 100 કરતા વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ તમામ ખેલાડીઓ અલગ અલગ પ્રકારની કિકબોક્સિંગ કરતા હતા. ડિંકલને ડિંકુ બોક્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ડિંકલે જણાવ્યું કે, મારા માટે તે અદ્દભુત ક્ષણ હતી. પાંચ વર્ષ પહેલા મેં જ્યારે કિકબોક્સિંગની શરુઆત કરી હતી, મેં નહોતુ વિચાર્યું કે હું રાજ્ય સ્તર પર ચેમ્પિયન બની શકીશ. આ જીતને કારણે મારા આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો છે.

ડિંકલ જણાવે છે કે, મારા એક પગમાં થોડી ખોડ છે, માટે ઘણાં લોકોએ મને સલાહ આપી કે મારે કિકબોક્સિંગમાં આગળ ના વધવુ જોઈએ. હું થોઈ હતાશ પણ થઈ ગઈ હતી પરંતુ મેં તમામ શંકાઓને દૂર કરી અને તૈયારી શરુ કરી દીધી હતી. ચાર મહિના પહેલા મેં આ સ્પર્ધા માટે તૈયારી શરુ કરી હતી. એકવાર હું મેદાનમાં ઉતરું તો મારું સંપૂર્ણ ધ્યાન મારા વિરોધી પર જ હોય છે.

વડોદરાઃ કૂખ્યાત મહિલા બૂટલેગરે દારુના ધંધાને લાત મારીને પોતાનો ફૂડ સ્ટોલ શરુ કર્યો
ઉલ્લેખનીય છે કે ડિંકલ જ્યારે પોતાના માતા સાથે મુસાફરી કરી રહી હતી ત્યારે તે બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત પછી ડિંકલના માતા શોભાના બન્ને પગ કાપવા પડ્યા હતા અને ડિંકલનો એક પગ ઈજાગ્રસ્ત થયો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે શોભા બૂટલેગિંગના કામમાં ઉતરી ગયા હતા, પરંતુ ડિંકલના સમજાવવાથી તે આ ગેરકાયદેસર કામ છોડવા રાજી થઈ ગયા હતા.

નોંધનીય છે કે 15 માર્ચ, 2022ના રોજ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જ્યારે ડિંકલ વિશે અહેવાલ પ્રકાશિત કર્યો તો ઘણાં લોકો તેની મદદ માટે આગળ આવ્યા હતા. બક્ષી એજ્યુકેશન ટ્રસ્ટે ડિંકલ અને તેની બહેનના ત્રણ વર્ષના શિક્ષણની જવાબદારી પોતાના માથે લીધી હતી. આ સિવાય ડિંકલની કિકબોક્સિંગ કોચિંગની ફી ભરવાની પણ તૈયારી દર્શાવી હતી.

વડોદરાની 16 વર્ષની ડિંકલના ડાબા પગમાં અકસ્માત બાદ ખોડ રહી ગઈ પણ તે હિંમત હારી નહીં અને કિકબોક્સર બની
ડિંકલ જણાવે છે કે, હું રાષ્ટ્રીય કક્ષાએ રમવા માંગુ છું અને પછી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં પણ ભાગ લેવા માંગુ છું. ડિંકલના કોચ સિદ્ધાર્થ જણાવે છે કે, ડિંકલનું ભવિષ્ય ઉજ્જવળ છે, તેણે ખૂબ જ મહેનત કરી હતી.
લેખક વિશે
Tushar Tere
Tushar Tere is an assistant editor. He writes on a range of subjects including crime, politics, sports, court, art, culture and heritage.... વધુ વાંચો

Read Next Story