એપશહેર

નડિયાદઃ 'તું મા નથી બની શકતી, બીજી લાવવી છે', લગ્નના 8 મહિનામાં પરિણિતાને કાઢી મૂકતા ભણાવ્યો પાઠ

કપડવંજ તાલુકાના તોરણા ગામમાં રહેતી 20 વર્ષની યુવતીના લગ્ન નવેમ્બર 2021માં કઠલાલમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના સુધી બધુ બરાબર ચાલ્યું અને એ પછી ત્રાસ આપવાનું શરુ કરી દીધુ હતુ. પતિ પત્નીને એવું કહેતો કે તું વારંવાર બીમાર પડે છે અને હોસ્પિટલમાં લઈ જવી પડે છે. તું માતા નથી બની શકતી અને તને રાખવા માગતા નથી. પરિણિતાને પહેરેલા કપડે જ ઘરમાંથી કાઢી મૂકી હતી.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 29 Nov 2022, 11:28 am

હાઈલાઈટ્સ:

  • યુવતીના લગ્ન થયા બાદ આઠ જ મહિનામાં સાસરીયાઓએ બતાવ્યો અસલી રંગ
  • તું મા નથી બનતી, અમારે બીજી વહુ લાવવી છે કહીને ઘરમાંથી કાઢી મૂકી
  • આખરે પરિણિતાએ પણ પોલીસ ફરીયાદ કરીને સાસરીયાઓને ભણાવ્યો પાઠ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat husband harassed and kicked out wife
પતિ પત્નીને એવું કહેતો કે, તું વારંવાર બીમાર પડે છે અને દવાખાને લઈ જવી પડે છે. આ ખર્ચો ક્યાંથી લાવાવનો.
નડિયાદઃ લગ્ન બાદ કેટલાંક કપલ્સના જીવન સારી રીતે પસાર થતા હોય છે. તો કેટલાંક કપલ્સના જીવનમાં તિરાડો પડવાના કારણે ખરાબ પરિણામો આવતા હોય છે. આવો જ એક કિસ્સો કપડવંજ તાલુકાના તોરણા ગામમાંથી સામે આવ્યો છે. અહીં રહેતી 20 વર્ષીય યુવતીના લગ્ન 29-11-2021ના રોજ કઠલાલમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના સુધી લગ્નજીવન સુખ શાંતિથી ચાલ્યું હતું. એ પછી પતિએ પરિણિતાને ત્રાસ આપવાનું શરુ કર્યુ હતુ. પતિ પત્નીને એવું કહેતો કે, તું વારંવાર બીમાર પડે છે અને દવાખાને લઈ જવી પડે છે. આ ખર્ચો ક્યાંથી લાવાવનો. એકવાર તો પતિએ એવું પણ કહ્યું કે, તું મા નથી બની શકતી. તું પિયરમાં જતી અમે તને રાખવા માટે તૈયાર નથી. આવું કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ પરિણિતાએ પણ સાસરીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીને પાઠ ભણાવ્યો હતો.
તારો ખર્ચો બહુ આવે છે, રુપિયા ક્યાંથી લાવવા
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કપડવંજ તાલુકાના તોરણા ગામમાં રહેતી યુવતીના લગ્ન નવેમ્બર 2021માં કઠલાલ તાલુકામાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના સુધી તેમના જીવનમાં કોઈ મુશ્કેલી નહોતી. એ પછી લગ્ન જીવનમાં ભંગાણ પડવાનું શરુ થઈ ગયુ હતુ. પતિ પત્નીને એવું કહેતો કે, તું વારંવાર બીમાર પડે છે અને દવાખાને લઈ જવી પડે છે. તારો આ ખર્ચો ખૂબ આવે છે તો અમારે રુપિયા ક્યાંથી લાવવા. એટલું જ નહીં ફોઈ સાસુ, નણંદ અને સસરા પણ પતિની ચડામણી કરતા હતા. જે બાદ પરિણિતાએ તમામ હકીકતો પોતાના માતા-પિતાને જણાવી હતી. માતા-પિતા એવું નહોતા ઈચ્છતા કે દીકરીનો ઘર સંસાર બગડે.
પાદરામાં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ 123 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, તમામ સારવાર હેઠળ
તું ગર્ભવતી બનતી નથી, કંટાળી ગયા છીએ
એટલે તેઓએ સમજાવીને તેને સાસરીમાં પરત મોકલી હતી. જો કે, અઠવાડિયા બાદ સાસરીયાઓએ પોતાની હરકતો શરુ કરી દીધી હતી. તેઓ પરિણિતાને મેણાં ટોણાં મારવા લાગ્યા. પતિ પણ પત્નીને એવું કહેતો કે તું મા બની શકતી નથી એટલે મારે તને રાખવી નથી. આ દરમિયાન પરિણિતા ગર્ભવતી બની હતી અને દોઢેક માસ બાદ ગર્ભપાત થઈ ગયો હતો. એ પછી પતિએ એવું કહ્યું કે, તું ગર્ભવતી બનતી નથી અને અમારે તારી દવા કરાવવી પડે છે. અમે કંટાળી ગયા છે, તુ પિયરમાં જતી રહે અને અમારે તને રાખવી નથી. આવું કહીને પરિણિતાને પહેરેલા કપડે જ ઘરમાંથી કાઢી મૂકી હતી.
નડિયાદ: 3 વાર ડિવોર્સ થયા બાદ પ્રેમીનું પણ મોત થતાં યુવતી આપઘાત કરવા પહોંચી
પરિણિતાએ પણ પાઠ ભણાવ્યો
દીકરી પિયરમાં આવી જતા તેઓએ પણ સાસરી પક્ષને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પતિએ એવું કહ્યું કે, અમારે તેને રાખવી નથી અને બીજી વહુ લાવવી છે. આખરે પરિણિતાએ પણ સાસરીયાઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બાદમાં કઠલાલ પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read Latest Nadiad News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story