એપશહેર

આણંદમાં 24 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

I am Gujarat 14 Aug 2020, 11:25 am
રાજ્યભરમાં છેલ્લા બે દિવસોથી મેઘ મહેર ચાલું છે. તેમાં પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં અવિરત વરસાદના પગલે ઘણી જગ્યાએ સ્થિતિ ચિંતા જનક બની છે. વરસાદના હાલના આંકડા મુજબ, આણંદમાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચથી પણ વધુ વરસાદ પડતા શહેર પાણી-પાણી થયું હતું. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
I am Gujarat anand 1


જાણકારી મુજબ, છેલ્લા 24 કલાકમાં આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આણંદ શહેરમાં 12 ઈંચ કરતા પણ વધારે વરસાદ ખાબકતા ગામવડ વિસ્તાર સહિતના શહેરના અન્ય વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. વરસાદના પગલે કેટલીક સોસાયટીઓના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા. રસ્તા પર કાર સહિતના અન્ય વાહનો ફસાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં એકસાથે બે સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા પહેલાથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે બાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ અને વસલાડમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. સુરતના વરસાદથી મીઠી ખાડીમાં જળસ્તર ઉપર આવતા લિંબાયત વિસ્તારમાં લોકોના દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ ગોંડલમાં પણ ગુરુવારે ભારે વરસાદ નોંધાયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો