એપશહેર

ગોધરાઃ માતા-પિતાએ ત્યજી દીધેલા બે સગા ભાઈઓની કિસ્મત ચમકી, ઇટાલિયન કપલ લેશે દત્તક

Mitesh Purohit | TNN 3 Mar 2020, 10:32 am
સચીન શર્મા, વડોદરાઃ લગભગ 6 વર્ષ પહેલા બે ભાઈઓ ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેને ગોધરા શિશુ ગૃહમાંમાંથી હવે એક ઇટાલિયન કપલ દત્તક લેવાની તૈયારી કરી રહ્યું છે. બંને બાળકો અત્યારે અનુક્રમે 11 અને 7 વર્ષના છે. જ્યારે 2014માં બંને ગોધરા નજીક ટિમ્બા રોડ પર બંને બાળકો મળી આવ્યા ત્યારે તેમને ગોધરા શિશુ ગૃહ લઈ જવામાં આવ્યા હતા અને તેમના માતા-પિતા અથવા તો સંબંધીને શોધવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે અનેક પ્રયાસ છતા સફળતા ન મળી તો અધિકારીઓએ તેમની માહિતી સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી(CARA)ના પોર્ટલ પર મુકી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:જે બાદ બંને ભાઈઓનું ભાગ્ય બદલાયું અને એક ઇટાલિયન કપલે તેમને દત્તક લેવા અંગે તૈયારી દર્શાવી. જેના કારણે અનાથ બનેલા બંને બાળકોને હવે ફરી માતા-પિતા મળશે. ઇટાલીના આ કપલને ત્યાં એક સ્ટોર છે અને એક વિશાળ ઘર છે. સંતાનોમાં તેમને એક દીકરી છે. જ્યારે તેઓ બોય્ઝને દત્તક લેવા માગતા હતા પરંતુ તેઓ એવા બોય્ઝને દત્તક લેવા માગતા હાત જે ભાઈઓ હોય. અંતે તેમની આ શોધ ભારતમાં પૂરી થઈ. તેમને આ બંને ભાઈઓ અંગે માહિતી આપવામાં આવી અને તેમના પિક્ચર પણ મોકલવામાં આવ્યા.પંચમહાલ જિલ્લાના બાળકલ્યાણ સમિતિના પ્રમુખ નિતિન શાહે કહ્યું કે, ‘જે બાદ કપલ દત્તક લેવાની કાર્યવાહી પૂર્ણ કરવા માટે ગોધર આવ્યા છે. મંગળવારે તેઓ બાળકોને દત્તક લેવાની તમામ કાયદાકીય પ્રવૃત્તિ પૂર્ણ કરશે. તેમણે પોતાના ઘર અને સ્ટોરની માહિતી અને ફોટોગ્રાફ પણ અમારી સાથે શેર કર્યા છે. જે બાદ CARA અને અમને આ માહિતી સંતોષજનક લાગતા દત્તક લેવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.’શાહે વધુમાં કહ્યું કે, ‘કપલ ફક્ત ઇટાલિયન જ બોલી શકે છે જેના કારણે અહીં તેમને દુભાષિયાની જરુર પડી છે. અમે કેટલાક કોમન ગુજરાતી શબ્દોના ઇંગ્લિશ અને ઇટાલિયન ભાષાના શબ્દોનું એક લિસ્ટ તૈયાર કરી રહ્યા છીએ. જે બાળકો અને તેને દત્તક લેનાર પેરેન્ટ્સ બંનેને આપવામાં આવશે. જેના કારણે પ્રાથમિક દિવસોમાં દૈનિક બોલચાલમાં તેમને મદદરુપ થશે.’

Read Next Story