એપશહેર

ગુજરાતીને ફ્લાઈટમાં વેજને બદલે નોન-વેજ ફૂડ પીરસાયુ, કોર્ટે આપ્યો આ ચુકાદો

TNN 24 Aug 2017, 8:33 am
અમદાવાદઃ વડોદરાના ચિરાગ ભટ્ટ એક ચુસ્ત શાકાહારી બ્રાહ્મણ હોવા છતાં કોરિયન એરલાઈન્સમાં તેમને ભૂલથી ચિકન પીરસાયુ હોવાથી ભટ્ટે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં એરલાઈન્સ સામે રૂપિયા 3 લાખનો દાવો માંડ્યો હતો. જો કે કોર્ટે વેજિટેરિયન ફૂડના બદલે નોન વેજિટેરિયન ફૂડ પીરસતા ગુસ્સે ભરાયેલા ભટ્ટે તેમની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના મામલે ફ્લાઈટમાં હલ્લો મચાવ્યો હતો. તેમણે એરલાઈન્સ સામે કેસ પણ ફાઈલ કર્યો હતો. જો કે છ વર્ષ લાંબી ચાલેલી આ લડત બાદ કોર્ટે કંપનીને માત્ર રૂ. 2500 ($40)નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. એરલાઈન્સે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે જાણી જોઈને આ ભૂલ નહતી કરી અને તેમને ખ્યાલ નહતો કે તે શુદ્ધ શાકાહારી વ્યક્તિને નોન વેજિટેરિયન ફૂડ પીરસી રહ્યા છે અને તેને કારણે તેમની ધાર્મિક લાગણી પણ દુભાઈ શકે છે.વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા ભટ્ટ જાન્યુઆરી 2010માં સાનફ્રાન્સિસ્કોથી મુંબઈ ટ્રાવેલ કરી રહ્યા હતા. તેમણે ક્રૂને જણાવ્યું કે તે વેજિટેરિયન છે. આમ છતાંય તેમને ચિકન પીરસવામાં આવ્યું હતું. તેમણે એક બટકુ ભર્યું અને તેમને ખબર પડી ગઈ કે આ નોન-વેજ ફૂડ છે. તેમની ફરિયાદના પગલે ક્રૂએ તેમની માફી માંગી હતી. મેનેજમેન્ટે તેમને $40 નું કોમ્પેન્સેશન આપવાની ઑફર કરી હતી પરંતુ ભટ્ટે ના પાડી દીધી હતી. પહોંચ્યા બાદ ભટ્ટે વડોદરા જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી અને એરલાઈન્સ સામે માનસિક પીડા આપવા બદલ રૂ. 3 લાખ, કાયદાકીય ખર્ચ પેટે રૂ. 50,000ની અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ રૂ. 1 લાખની માંગ કરી હતી.એરલાઈને કોર્ટને જણઆવ્યું કે ભટ્ટને ભૂલથી હિન્દુ નોન વેજિટેરિયન મીલ પીરસી દેવાયું હતું જેમાં ચીકન, મીટ, સી ફૂડનો સમાવેશ થાય છે પરંતુ ગૌમાંસ અપાતુ નથી. તેમણે પેકેજમાં શું છે તે ચેક કર્યા વિના એક બાઈટ લઈ લીધું હતું. તેમની ફરિયાદ બાદ તેમને માત્ર બિઝનેસ ક્લાસ પેસેન્જર્સને જ સર્વ કરાય છે તે સલાડ પીરસવામાં આવ્યું હતું પરંતુ તેમણે એ લેવાની ના પાડી દીધી હતી અને ફ્લાઈટમાં બબાલ મચાવી દીધી હતી. તેમણે વળતર લેવાની પણ ના પાડી દીધઈ હતી. તે ધાર્મિક લાગણી દુભાઈ હોવાને કારણે નહિં પરંતુ પૈસા પડાવવાના આશયથી આવું કરતા હતા. તેમણે કશું જ ખાધુ નહિ, પરંતુ બિયર પીધી હતી. આ કેસ સાંભળ્યા પછી ગ્રાહક સુરક્ષા કોર્ટે જણાવ્યું કે ગ્રાહક અને તેને પીરસનાર વચ્ચે કોઈ પ્રકારની ગેરસમજ થઈ ગઈ હતી. આ પાછળ કોઈ ખરાબ આશય નહતો.એરલાઈન્સને ખ્યાલ નહતો કે આમ કરવાથી ભટ્ટની ધાર્મિક લાગણી દુભાશે. પેસેન્જરે ફૂડ ખાતા પહેલા પૂછપરછ કરી લેવી જોઈતી હતી. પછી તેમણે બિયર પીધી હતી અને મુંબઈમાં લેન્ડ થતા પહેલા વેજિટેરિયન ફૂડ ખાધુ હતુ. કોર્ટે જણાવ્યું કે આ સર્વિસમાં ભૂલ થઈ ગણાય. ધાર્મિક લાગણી દુભાવવી એ અલગ જ બાબત છે અને તેને આ ઘટના સાથે સાંકળી ન શકાય. કોર્ટે એરલાઈન્સને ભટ્ટને માનસિક આઘાત આપવા બદલ રૂ. 2500 તથા કાયદાકીય ખર્ચ પેટે રૂ. 1000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો