એપશહેર

MSUની હોમસાયન્સ ફેકલ્ટી ડિનના પતિ નર્મદામાં ડૂબી ગયા

I am Gujarat 4 Jul 2016, 2:49 am
નવગુજરાત સમય > વડોદરા
I am Gujarat gujarat/vadodara/msu
MSUની હોમસાયન્સ ફેકલ્ટી ડિનના પતિ નર્મદામાં ડૂબી ગયા


– વડોદરા જિલ્લાના ડભોઇ નજીક આવેલા પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદામાં સ્નાન કરી રહેલા શ્રધ્ધાળુઓ પૈકીના બેનાં ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની ઘટના બની છે. ડૂબી ગયેલા બૈ પૈકીના એક વડોદરાની મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ હોમસાયન્સના ડિન ડો. ઉમા ઐયરના પતિ છે. જેઓ નર્મદાના ઘાટ પર સ્નાન કરી રહેલો યુવાન લપસી જતાં તેને બચાવવા નદીમાં પડ્યા હતા. જેમાં બન્નેનાં મોત નીપજ્યા હતા.

મૂળ તામિલનાડુના વતની તથા હાલ વડોદરા નજીક આવેલા મુવાલ પાસે બરોડા ઇક્વ્યીપમેન્ટ એન્ડ વિસન્સ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં વી, મહાદેવન ઐયર તેમની સાથે મોટાભાઇ વી રાઘવન ઐયર, આ ઉપરાંત આજ કંપનીમાં ફરજ બજાવતાં શંકર નારાયમ મૃતુકૃષ્ણ, અર્ચના એન.ટી., અને ચેતનસિંગ શેખાવત શનિવારે સવારે નર્મદા સ્નાન માટે ગયા હતા. આ પાંચેય શ્રધ્ધાળુઓ ચાંદોદના મલ્હારરાવ ઘાટ પાસે આવેલા ચક્રતીર્થ ઘાટ પર સ્નાન કરી રહ્યાં હતા. તે સમયે ચેતનસિંગ શેખાવત (ઉ.૨૪)નો પગ લપસતા તે નર્મદા નદીમાં તણાવા લાગ્યો હતો. તેને બચાવવા માટે વી. મહાદેવન ઐયર (ઉ.૫૫) નદીમાં વધુ આગળ ગયા હતા. આ તબક્કે તેઓ પણ ખેંચાઇ ગયા હતા. જેના પગલે તેમના સાથીદારોએ શોર મચાવી મૂકતા સ્થાનિક તરવૈયાઓ તથા હોડી ચલાવતા નાવિકો સ્થળ પર ધસી ગયા હતા. તેઓએ શોધખોળ કરતાં લગભગ અડધો કલાકમાં જ બંન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.

યુનિ.ના સિન્ડીકેટ સભ્ય તથા ફેકલ્ટી ઓફ હોમસાયન્સના ડીન ડો. ઉમા ઐયરના પતિ વી. મહાદેવન ઐયરનું મોત નીપજ્યુ હોવાની જાણ યુનિ. કેમ્પસમાંથી અનેક અધ્યાપકો વડોદરાના ભાઇલાલભાઇ અમીન મેડિકલ હોસ્પિટલ પર દોડી ગયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો