એપશહેર

પંચમહાલ: જાંબુઘોડામાં વિધવા માતાની હત્યા, પુત્ર અને પૌત્રએ મળીને મોતને ઘાટ ઉતાર્યા

Panchmahal Crime News: પંચમહાલના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામે જમીનની લાલચમાં પુત્રએ પોતાના દીકરાની મદદથી સગી જનેતાને માર મારી મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી છે. જનેતાની હત્યા કરનાર આરોપી પિતા પુત્રની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના હવાલે કર્યા છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં પિતા-પુત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

Edited byદીપક ભાટી | Agencies 6 Mar 2022, 1:50 pm
વડોદરા: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં જમીનના ટુકડાની લાલચમાં પુત્રએ પિતા સાથે મળીને સગી જનેતાને ગડદાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દીધી. બનાવની જાણ થતાં જાંબુઘોડા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને હત્યારા પિતા અને પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માવતરને લજવતું કૃત્ય કરનારા આરોપી પિતા પુત્ર સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.
I am Gujarat elderly mother killed in jambughoda
પૌત્રએ પિતા સાથે મળી દાદીની હત્યા કરી નાખી


મીડિયા રિપોર્ટ અનુસાર જોટવડ ગામમાં રહેતા ગંગાબેન બારીયાના પતિનું ત્રણ વર્ષ અગાઉ નિધન થતાં તેઓ પોતાના નાના પુત્ર સંજય સાથે રહેતા હતા. ગંગાબેનના પતિ વેચાતભાઈનું નિધન થયા બાદ ગંગાબેને પોતાના મોટા દીકરા રાજેશ અને નાના દીકરા સંજયને એક સરખી જમીન આપી એક ટુકડો પોતાની પાસે રાખ્યો હતો. જો કે, આ જમીન પર નાનો દીકરો સંજય ખેતી કરતો હતો. દરમિયાન મોટા પુત્ર રાજેશે જમીનના ફરી ભાગ પાડવાની માંગણી કરતા ગંગાબેને નવેસરથી ભાગ નહીં પડે કહીને ના પાડી હતી.

આ દરમિયાન રાજેશ અને તેનો પુત્ર રાહુલ સાંજે ફરી ગંગાબેન પાસે પહોંચ્યા હતા અને ઝગડો કર્યો હતો. ત્યારે પિતા પુત્રે ગંગાબેનને માર મારી જમીન પર પાડી દઈ ગડદાપાટુનો મૂઢ માર મારવા સાથે જમીનમાં ભાગ આપી દો નહી તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે રાજેશના ભાભી નયનાબેનને ઝગડાનો અંત લાવવા છોડવવા વચ્ચે પડતા તેઓને પણ માર મારી પિતા-પુત્ર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ ગંગાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

બનાવની જાણ થતાં જ જાંબુઘોડા પોલીસ એક્શનમાં આવી હતી અને જમીનના ટુકડા માટે રાજેશ અને પોતાની દાદીને મારી હત્યા કરવામાં પિતાનો સાથ આપનાર પૌત્ર રાહુલની સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story