એપશહેર

ફરિયાદી સાથે ગેરવર્તણૂક કરનાર પોલીસ બચી નહીં શકે, CCTV કેમેરાથી રખાશે નજર

શિવાની જોષી | TNN 14 Oct 2018, 11:51 am
I am Gujarat police and public interaction to be filmed and monitored
ફરિયાદી સાથે ગેરવર્તણૂક કરનાર પોલીસ બચી નહીં શકે, CCTV કેમેરાથી રખાશે નજર


પોલીસ સ્ટેશનમાં વીડિયો સર્વેલન્સ

ગાંધીનગર: પોલીસની અતિશયોક્તિ સામે મળેલી ઘણી ફરિયાદો અને હાઈકોર્ટના નિર્દેશો બાદ રાજ્યના ગૃહ વિભાગે દરેક પોલીસ સ્ટેશનમાં કેમેરા અને આઈપી-બેસ્ડ વીડિયો સર્વેલન્સ ઈન્સ્ટોલ કરવાની કવાયત હાથ ધરી છે. જો કે હજુ સુધી બધા પોલીસ સ્ટેશનમાં કેમેરા નથી લાગ્યા. નવી સિસ્ટમને સુસંગત થવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ અપગ્રેડ કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશન પર જિલ્લાના હેડક્વાટર અથવા શહેર કમિશ્નરની કચેરી અને ગાંધીનગરથી નજર રાખવામાં આવશે.

ગાંધીનગરથી થશે મોનિટરિંગ

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “ગૃહ વિભાગે રાજ્યના પોલીસ સ્ટેશનોમાં CCTV લગાવવાની કામગીરી બે એજન્સીઓને સોંપી દીધી છે. હાલ મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા અને જરૂરી સાધનો છે. હવે આ સિસ્ટમને DSP/પોલીસ કમિશ્નરની ઓફિસ અને ગાંધીનગરથી મોનિટર કરી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.”

લોકઅપમાં પણ રખાશે નજર

પોલીસ સ્ટેશનના જે ભાગમાં બેસીને ફરિયાદી ફરિયાદ લખાવે છે ત્યાં પણ CCTV કેમેરા લગાવાશે. મહિલા અને પુરુષોના લોકઅપને પણ ગમે ત્યાંથી મોનિટર કરી શકાશે. જો કે પોલીસ ઈન્સ્પેક્ટરના કેબિનને આમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. એટલે ફરિયાદી સાથે પોલીસની વર્તણૂક કેવી છે તે બધું જ રેકોર્ડ થશે. આમ કરવાથી ભ્રષ્ટાચાર ઘટશે અને પોલીસની લોકો સાથેની વર્તણૂક વિશે પણ માહિતી મળશે. લોકો સાથે ગેરવર્તૂણક કરનારા પોલીસકર્મી સામે વીડિયો પુરાવાને આધારે પગલાં લેવામાં આવશે.”

CM ડેશબોર્ડ સાથે થશે કનેક્ટ

પ્રતિકાત્મક તસવીર પોલીસ સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, “બધા જ પોલીસ સ્ટેશનની ફીડ જિલ્લા હેડક્વાટર અથવા શહેર પોલીસ કમિશ્નરની ઓફિસમાંથી જોઈ શકાશે. આ સિસ્ટમને DGPની ઓફિસ અને ગાંધીનગરમાં CMના ડેશબોર્ડ સાથે કનેક્ટ કરવામાં આવશે. આગામી 8 મહિનામાં પ્રોજેક્ટ કાર્યરત થશે.”
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો