એપશહેર

હરિધામ-સોખડાથી છેડો ફાડનારા જૂથના સમર્થક આનંદસાગરે ભાંગરો વાટ્યો, અમેરિકામાં કર્યુ મહાદેવનું અપમાન

હરિધામ-સોખડાથી છેડો ફા઼ડનારા પ્રબોધસ્વામી જૂથના સમર્થક આનંદસાગરે અમેરિકાની ધરતી પર પોતાની ફજેતી કરાવી હતી. અમેરિકામાં યોજાયેલી એક શિબિર દરમિયાન આનંદસાગરે પ્રબોધસ્વામીનો મહિમા વધારવા માટે ભગવાન શિવજીને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીનો વિડીયો વાયરલ થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વિવાદ ઉભો થયો હતો. રાજકોટમાં બ્રહ્મ સમાજે વિરોધ કરીને પોલીસ ફરિયાદ કરી હતી.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 6 Sep 2022, 12:34 pm

હાઈલાઈટ્સ:

  • હરિધામ-સોખડાથી છેડો ફાડનારા પ્રબોધસ્વામીના સમર્થક આનંદસાગરનો વાણી વિલાસ
  • અમેરિકાની ધરતી પર ભગવાન શિવજી વિશે કરી વિવાદિત ટિપ્પણી, વિડીયો વાયરલ
  • રાજકોટમાં બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અને પોલીસ ફરિયાદ કરી

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat sadhu anandsagar on lord shiva
આનંદસાગરે અમેરિકાની ધરતી પર ભગવાન શિવજીનું અપમાન કર્યુ હતુ, જેનો વિડીયો વાયરલ થયો હતો.
વડોદરાઃ હરિધામ-સોખડાથી છેડો ફાડનારા પ્રબોધસ્વામીના સમર્થક સાધુ આનંદસાગરનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમેરિકામાં ભગવાન મહાદેવનું અપમાન કરતો આ વિડીયો વાયરલ થતા તેના ઉગ્ર પડઘા પડ્યા છે. મહાદેવના ભક્તોમાં આ વાણી વિલાસના પડઘા પડતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આનંદસાગરે (Anandsagar haridham sokhada) મહાદેવને લઈને કેટલાંક ગપ્પા માર્યા હતા. જે બાદ આ વિવાદ ઉભો થયો છે. એટલું જ નહીં રાજકોટના બ્રહ્મ સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને પોલીસ ફરિયાદ કરી હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે. અંતે આ મામલે (Vadodara News) આનંદસાગરે માફી માગી હોવાનું પણ સામે આવ્યું છે.
આનંદસાગરે માફી માગી
મહત્વનું છે કે, રુપિયા 10 હજાર કરોડની પ્રોપર્ટીમાં ભાગ નહીં મળતા હરિધામ-સોખડામાંથી પોતાના સમર્થકો સાથે છેડો ફાડીને પ્રબોધસ્વામી બાકરોલની યોગી ડિવાઈન સોસાયટીના મંદિરમાં સ્થાયી થયા છે. સાથે જ આનંદસાગર તેમના શિષ્ય છે. જેઓ અમેરિકામાં ભગવાન શિવજી વિશે એલફેલ બોલ્યા હતા. જે બાદ આખો મામલો વણસ્યો હતો. આનંદસાગરની વાણી વિલાસનો આ વિડીયો યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હતો. તો પ્રબોધ સ્વામી જૂથના જનસંપર્ક અધિકારી જેવા શિષ્ય ગુરુ પ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે, આનંદસાગરથી ભૂલ થઈ ગઈ છે. આનંદસાગરને માફી માગવા માટે કહેવામાં આવ્યું છે. તેનો વિડીયો પણ રિલીઝ કરવામાં આવશે. ત્યારે ભગવાન શિવજી વિશે ટિપ્પણી કર્યા બાદ આનંદસાગરે માફી માગી હતી.

પ્રબોધસ્વામીની વાહવાહી કરી
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હરિધામ-સોખડાથી છેડો ફાડનારા પ્રબોધસ્વામી અમેરિકાની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમની સાથે તેમના સમર્થક સાધુ આનંદસાગર પણ હતા. આ દરમિયાન ગઈ 26મી ઓગસ્ટના રોજ તેઓએ શિબિર યોજી હતી. જેમાં આનંદસાગરે વાણી વિલાસ કર્યો હતો. આનંદસાગરે શિબિરમાં એવું કહ્યું હતું કે, આત્મીયતા વિદ્યાધામની ધરતી પર રહેતા નિશિત નામના સંતસંગીએ પ્રબોધસ્વામીને એવું કહ્યુ હતુ કે ગેટ પાસે જા.
માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ, પંજાબની 8 દિવસની બાળકીને વેચવા આવેલા શખસો ઝડપાયા
ભગવાન શિવજી વિશે વિવાદિત ટિપ્પણી
જેથી સાધુની આજ્ઞા માનીને નિશિત ગેટ પાસે ગયો હતો. જ્યાં બંધ ગેટની બહાર ભગવાન શિવજી ઉભા હતા. આપણે ફિલ્મોમાં જોઈએ છીએ તેમ શિવજીએ રુદ્રાક્ષ પહેર્યા હતા, જટા હતી અને ગળામાં નાગ હતો. શિવજીના હાથમાં ત્રિશૂળ પણ હતું. ભગવાન શિવજીને જોઈને નિશિતે એવું કહ્યું કે, આપ અહીંયા સુધી આવ્યા છો અંદર પધારો. તમને પ્રબોધસ્વામીના પણ દર્શન થઈ જશે. ત્યારે શિવજીએ તેમને કહ્યું હતું કે, પ્રબોધસ્વામીના દર્શન મને થાય એવા મારા પુણ્ય હજુ સુધી જાગ્રત થયા નથી.
લૂંટેરી દુલ્હનઃ બાપુનગરના દિવ્યાંગ યુવકના લગ્ન માટે મહારાષ્ટ્રની યુવતી સાથે લાખોમાં સોદો કર્યો, ગેંગે ખેલ જબરો પાડ્યો
ભક્તોમાં જોવા મળ્યો રોષ
પરંતુ મને તમારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે. આવું કહીને શિવજી નિશિતના ચરણ સ્પર્શ કરીને જતા રહ્યા હતા. આનંદસાગરની આવી વાણી વિલાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ ભગવાના શિવજીના ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. એ પછી રાજકોટના બ્રહ્મ સમાજે પણ વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આખરે ચારેબાજુ આનંદસાગરની ફજેતી થતા તેઓએ માફી માગી હતી.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story