એપશહેર

'પત્ની સાથે ફાવતું નથી, તારા વિના ચાલતું નથી' પરિણિત સિનિયરે MBA યુવતીને ફસાવી

કાલોલની ખાનગી કંપનીમાં ફરજ બજાવતી યુવતીને તેના સિનિયરે લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ સુધી ભોગવી

I am Gujarat 17 Dec 2020, 1:37 pm
વડોદરા: એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતી ડિવોર્સી યુવતીને પ્રેમમાં પડવાનું મોંઘુ પડ્યું છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવનારો બીજો કોઈ નહીં, પરંતુ તેનો જ સિનિયર અધિકારી હતો. ત્રણ વર્ષ સુધી લગ્નની લાલચ આપી આ વ્યક્તિ યુવતીને ભોગવતો રહ્યો, અને આખરે જ્યારે યુવતીએ લગ્ન અંગે દબાણ કર્યું તો તેને માર મારીને મને ભૂલી જા, અને બીજા કોઈ સાથે લગ્ન કરી લે તેમ કહી દીધું હતું.
I am Gujarat senior rapes mba woman by giving her fake promise of marriage
'પત્ની સાથે ફાવતું નથી, તારા વિના ચાલતું નથી' પરિણિત સિનિયરે MBA યુવતીને ફસાવી


પ્રેમમાં દગો મળતા યુવતીએ હરણી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે, તે કાલોલની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતી હતી, અને આ દરમિયાન તેનો પરિચય સંદીપ જુનેજા નામના તેના સિનિયર સાથે થયો હતો. સંદીપે તેની સાથે મિત્રતા કેળવી હતી, અને ધીરે-ધીરે બંને વચ્ચેની મિત્રતા ગાઢ બનતા સંદીપે યુવતીને કહ્યું હતું કે, 'મને મારી પત્ની સાથે ફાવતું નથી, અને તારા વિના હું રહી શકતો નથી..'

આમ કહી સંદીપે યુવતીને લગ્નની લાલચ આપી હતી. ત્રણ વર્ષ દરમિયાન તેઓ અમદાવાદ, દીવ તેમજ પુણે હોટેલમાં રોકાયા હતા, અને આ દરમિયાન સંદીપે યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, સંદીપ યુવતીના ઘરે આવીને પણ તેના પર દુષ્કર્મ આચરતો હતો તેવો પણ તેણે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

આ ઉપરાંત, સંદીપ યુવતીને લઈને જ્યારે પણ કોઈ હોટેલમાં જતો ત્યારે તે તેને પોતાની પત્ની તરીકે ઓળખાવતો હતો. એકવાર તો તેણે તેની પત્નીનું જ આઈડી રજૂ કરી રુમ પણ બુક કરાવ્યો હતો, જ્યારે કેટલીકવાર યુવતીના આઈડી પર રુમ બુક કરાવતો.

માત્ર શારીરિક હવસ સંતોષતો સંદીપ લગ્ન વિશે કંઈ વાત ના કરતો હોવાથી યુવતી અને તેની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ગયા અઠવાડિયે તે યુવતીના ઘરે પહોંચ્યો હતો, અને તેની સાથે ઝઘડો કરી લાફા ઝીંકી દીધા હતા અને યુવતીને સાફ-સાફ કહી દીધું હતું કે મને ભૂલી જા અને બીજા કોઈ સાથે લગ્ન કરી લે.

આ બધી બબાલ વચ્ચે યુવતીને તે જે કંપનીમાં ફરજ બજાવતી હતી ત્યાંથી પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હોવાનું પણ તેણે જણાવ્યું છે. હરણી પોલીસે યુવતીની ફરિયાદના આધારે સંદીપ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને આગળની તપાસ ચાલુ કરી છે.

Read Next Story