એપશહેર

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો

Yogesh Gajjar | I am Gujarat 7 Dec 2019, 11:32 am
નવી દિલ્હીઃ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાહેર લોકો માટે ખુલ્લું મૂકાયાના એક વર્ષની અંદર જ તેણે ન્યૂયોર્કમાં આવેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાતમાં સરદારની 182 મીટર ઊંચી પ્રતિમા જોવા માટે રોજના 15,000 ટુરિસ્ટ ત્યાં પહોંચી રહ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે જાહેર કરેલા નિવેદન મુજબ, ‘1લી નવેમ્બર 2018થી 31 ઓક્ટોબર 2019 વચ્ચેના એક વર્ષની સરખામણીએ હાલમાં રોજ આવતા ટુરિસ્ટની એવરેજમાં 74 ટકાનો વધારો થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના બીજા વર્ષના પહેલા મહિનામાં એવરેજ રોજના 15,036 ટુરિસ્ટ નોંધાયા છે. વીકેન્ડ પર આ આંકડો વધીને 22,430 સુધી પહોંચી જાય છે. જ્યારે અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ખાતે રોજના આશરે 10,000 જેટલા ટુરિસ્ટ આવે છે.’ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પહેલા ગૃહ પ્રધાન હતા અને કેવડિયા ખાતે નર્મદા ડેમ નજીક તેમની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવાઈ છે. વન અને પર્યાવરણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ કુમાર ગુપ્તાએ કહ્યું, ‘અમે આ પ્રકારના પ્રોજેક્ટની કલ્પના કરવા બદલ તથા પ્રોજેક્ટમાં આ પ્રકારની સફળતા મળે તે માટે માર્ગદર્શન આપનાર PM મોદીના આભારી છીએ.’ આ ઉપરાંત તેમણે વન, સરદાર સરોવર નિર્મદા નિગમ, માર્ગ અને મકાન, એનર્જી સહિતના વિભાગના 300 જેટલા અધિકારીઓની ટીમનો પણ આભાર માન્યો જેમણે પ્રોજેક્ટમાં તેમની સાથે કામ કર્યું. ગુપ્તા જણાવે છે, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 50 સ્ક્વેર કિમી વિસ્તારમાં 30 જેટલા આકર્ષણો ઊભા કર્યા છે. જેમાં ઝિપ લિનર, ચીલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્ક, માઉન્ટેન સાઈકલિંગ સહિતની સુવિધાઓ છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ.વી સુથાર છે. પ્રોજેક્ટની સૌ પ્રથમ જાહેરાત 2010માં કરવામાં આવી હતી અને પાછલા વર્ષે 31મી ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

Read Next Story