એપશહેર

17 ઓક્ટોબરથી ખુલશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એક દિવસમાં 2500 પ્રવાસીઓને જ એન્ટ્રી

500 પ્રવાસીઓને વ્યૂઈંગ ગેલેરીમાં એન્ટ્રી મળશે. જે પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. જેના માટે બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ટિકિટ વેચવામાં આવશે.

I am Gujarat 14 Oct 2020, 9:57 am
કેવડીયા: લોકડાઉન બાદથી બંધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબર એટલે કે શનિવારે નવરાત્રીના પહેલા દિવસથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મુકાશે. કોરોનાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને એક દિવસમાં 2500 પ્રવાસીઓને જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવેશ અપાશે. જ્યારે 500 પ્રવાસીઓને વ્યૂઈંગ ગેલેરીમાં એન્ટ્રી મળશે. મહત્વની વાત એ છે કે, જે પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. જેના માટે બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ટિકિટ વેચવામાં આવશે. જે બે કલાકના સ્લોટની ટિકિટ હશે તેમાં જ પ્રવાસીઓને પ્રવેશ અપાશે. કેવડીયા ખાતેની ટિકિટબારીથી ટિકિટ નહીં મળે.
I am Gujarat 3
એક દિવસમાં 2500 પ્રવાસીઓને જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવેશ અપાશે- ફાઈલ


વૈશ્વિક મહામારીના કારણે સાત મહિના સુધી બંધ રહ્યા બાદ, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે પ્રવાસીઓ માટે ફરીથી ખુલશે. ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની આ પ્રતિમાને પ્રવાસીઓ માટે નવરાત્રિના પહેલા દિવસે ખોલવામાં આવશે. સરદાર સરોવર નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગુપ્તાના જણાવ્યા અનુસાર 'અમે દશેરા પહેલા ટ્રાયલ રન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પરિસરમાં રહેલા અન્ય આકર્ષણના કેન્દ્રો ફરીથી ખોલવાના છીએ. અમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પર કામ કરી રહ્યા છીએ અને મુલાકાતીઓ દ્વારા કોવિડ-19ની તમામ ગાઈડલાઈન્સનું ચુસ્ત રીતે પાલન કરાવવામાં આવશે'.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આવેલા જંગલ સફારી અને ચિલ્ડ્રન્સ ન્યૂટ્રિશન પાર્કને અધિકારીઓએ પહેલાથી જ ખુલ્લું મૂકી દીધું છે અને પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલમાં દર કલાકે માત્ર 50 પ્રવાસીઓને જ મંજૂરી આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શક્યતા છે, કારણ કે આ દિવસે સરદાર પટેલની જન્મજયંતિ છે અને તેને એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

એક તરફ રાજ્ય સરકાર 17મી ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ગીર અભ્યારણ, દાંડી ગાંધી સ્મારક વગેરેને ખોલી રહી છે તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાંક પ્રસિદ્ધ મંદિરો બંધ રહેશે. જેમાં પાવાગઢ ખાતે આવેલું પ્રસિદ્ધ મહાકાળી મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ ઋષિ વિશ્વામિત્રના સમયનું આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે. જોકે, અંબાજી મંદિર નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. પરંતુ ચાચર ચોકમાં ગરબા નહી યોજવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણ લેવામાં આવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો