એપશહેર

તિજોરીમાં સંતાડેલા પ્રેમપત્રો દાદીના હાથમાં આવતા 65 વર્ષના દાદાનું જૂનું પ્રેમ પ્રકરણ ખુલ્લું પડી ગયું

દાદી એક દિવસ તિજોરીની સફાઈ કરતા હતા. તે દરમિયાન તિજોરીના નીચેના ખાનામાં સંતાડેલું એક કવર મળી આવ્યું અને સમગ્ર ઘટના સામે આવી

I am Gujarat 12 Sep 2020, 12:00 pm
વડોદરાઃ દાદી એક દિવસ તિજોરીની સફાઈ કરતા હતા. તે દરમિયાન તિજોરીના નીચેના ખાનામાં સંતાડેલું એક કવર મળી આવ્યું. તેમને કુતૂહલપૂર્વક તે કવર ખોલ્યું તો તેની અંદરથી કેટલાક લખેલા કાગળો મળી આવ્યા. પછી તેમણે તે કાગળો વાંચવાની શરૂઆત કરી અને પછી તેમને ધ્રાંસકો પડ્યો. કારણે કે તે પત્રો બીજા કોઈના નહીં પરંતુ તેમના પતિના લવ લેટર્સ હતા. દાદીને 40 વર્ષના લગ્નસંબંધમાં જાણે કે વિશ્વાસનો અભાવ હોય તેવું લાગવા માંડ્યું.
I am Gujarat tixo
પ્રતિકાત્મક તસવીર


ઘટના એવી છે કે 65 વર્ષીય દાદા તેમની પત્ની અને ત્રણ સંતાનો સાથે આઈપીસીએલ રોડ પર રહેતા હતા. તેમના સંતાનોના ઘરે પણ બાળકો રમી રહ્યા છે. સુખેથી પસાર થઈ રહેલા દાંમ્પત્ય જીવનમાં થોડા દિવસ પહેલા જ કડવાશ પેદા થઈ ગઈ. તેની પાછળનું કારણ હતું તેમના જૂના લવ લેટર્સ. દાદીને સફાઈ દરમિયાન આ લવ લેટર્સ મળી આવ્યા હતા. જેના કારણે દાદી ડિપ્રેશનમાં આવી ગયા અને તેમને આપઘાતના વિચારો આવવા લાગ્યા હતા. તેથી તેમણે અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો.

અભયમ હેલ્પલાઈન સામે જ્યારે આ કિસ્સો આવ્યો તો તેઓ પણ સ્તબ્ધ રહી ગયા કેમ કે તેમના માટે પણ આ એક નવી ઘટના હતી. આખરે દાદાએ સ્વીકાર્યું કે તેમના સંબંધો હજું પણ ચાલુ છે પરંતુ હવે તેઓ તેના પર પૂર્ણ વિરામ મૂકી દેશે. તેવી તેમણે લેખિતમાં બાંહેધરી આપી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો