એપશહેર

વડોદરા: મગર પર હાથ ફેરવનારા શખ્સને 3 હજાર રુપિયાનો દંડ, રવિવારે વાયરલ થયો હતો વિડીયો

કરજણના પંકજભાઈએ તળાવ કિનારે મગરને હાથ ફેરવતા 15 મિનિટ સુધી વાત કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો હતો વાઈરલ

I am Gujarat 25 Jan 2021, 6:04 pm
વડોદરાઃ થોડા દિવસ પહેલા વડોદરાથી મગરનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો કરજણમાં આવેલા એક તળાવનો છે, જેમાં એક આ આધેડ ઉંમરનો વ્યક્તિ મગરના માથા પર હાથ ફેરવીને તેની સાથે વાતો કરતો દેખાય છે. આ ઘટનાનો વિડીયો વાઈરલ થયા બાદ હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરતા તે વ્યક્તિને 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
I am Gujarat vadodara man fined rs 3000 for touching crocodile video goes viral on sunday
વડોદરા: મગર પર હાથ ફેરવનારા શખ્સને 3 હજાર રુપિયાનો દંડ, રવિવારે વાયરલ થયો હતો વિડીયો



વાઈરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે તળાવના કિનારે બેઠેલા મગર સાથે એક વ્યક્તિ વાત કરી રહ્યો છે. બોલી રહ્યો છે કે 'મા' તને કોઈએ કાકરી મારી તો તારો દિકરો જાન આપી દેશે. પંકજ નામના ઈસમ મગરના શરીર પર હાથ ફેરવી વહાલ કરી રહ્યો છે. સાથે તેને માતાજી પણ કહી રહ્યો છે. બીજી તરફ તેમની નજીક ઊભેલા લોકો તેમને બહાર આવવા માટે બુમો પાડી રહ્યા છે. તેમ છતાં તે વ્યક્તિ માન્યો નહીં.

વાઈરલ વિડીયોમાં મગર સાથે વાત કરતા જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તેનું નામ પંકજભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે અને તેઓ કરજણના જુના બજાર વિસ્તારમાં રહે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિડીયોની તપાસ કરતા પંકજભાઈ સામે કાર્યવાહી હાથ ધરી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પંકજભાઈને 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે તેમની પાસે માફી પત્ર પણ લખાવવામાં આવ્યું છે.

વડોદારની શ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે. અનેકવાર આ મગરો પાણી છોડીને માનવ વસાહતમાં આવી જતા હોય છે. અવારન નવાર મગરના વીડિયો સૌથી સામે આવતા રહે છે. ત્યારે આજે જે ઘટના સામે આવી તે ખુબ જ ગંભીર અને ડરામણી હતી. સદનસીબે આ મગરને કોઈ નુકસાન પહોંચાડ્યું નહીં અને જતો રહ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો