એપશહેર

જોરદાર! હેલ્મેટ પર જ લગાવી દીધા લાઈસન્સ, પીયુસી, આરસી બુક અને ઈન્શ્યોરન્સ

નવરંગ સેન | I am Gujarat 9 Sep 2019, 3:25 pm
અમદાવાદ: ટ્રાફિકના નવા નિયમોમાં દંડની રકમ દસ ગણી થઈ જતાં લોકો ટેન્શનમાં છે, ત્યારે વડોદરાના એક યુવકે જોરદાર પ્રયોગ કર્યો છે. રામપાલ શાહ નામના આ વ્યક્તિએ પોલીસ ઉભા રાખીને ડોક્યુમેન્ટ્સ ચેક કરવા માગે ત્યારે સમય ન બગડે તે માટે કંઈક એવું કર્યું છે કે તેમનો વિડીયો વાયરલ થઈ ગયો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઘણીવાર એવું પણ બનતું હોય છે કે, લાઈસન્સ, પીયુસી, ઈન્શ્યોરન્સ કે પછી આરસી બુક ઘરે ભૂલી જવાના કારણે લોકોને વગર મફતનો દંડ ભરવો પડતો હોય છે. જોકે, વડોદરાના રામપાલ શાહે બધા ડૉક્યુમેન્ટ સાચવવાની કોઈ ઝંઝટ જ ન રહે તે માટે ગજબનું કામ કર્યું છે.તેમણે પોતાના હેલ્મેટ પર જ લાઈસન્સ, આરસી બુકનું સ્માર્ટકાર્ડ, ઈન્શ્યોરન્સ તેમજ પીયુસી ચોંટાડી દીધા છે. હેલ્મેટની ચારે તરફ તેમણે આ ચારેય ડોક્યુમેન્ટ ચોંટાડી દીધા છે, માટે જો પોલીસ ક્યારેક ઉભા રાખે તો પણ તેમને પોતાના ખિસ્સામાંથી આ કશીય વસ્તુઓ કાઢવાની જરુર જ નથી.રામપાલ શાહ જેવો પ્રયોગ આગામી દિવસોમાં સામાન્ય લોકો પણ કરવા લાગે તો નવાઈ નહીં. હેલ્મેટનો શો થોડો ભલે બગડે, પણ ટ્રાફિક પોલીસને બે-પાંચ હજાર રુપિયા દંડ આપવો પડે તેના કરતાં બધા ડૉક્યુમેન્ટ્સ હેલ્મેટ પર ચોંટાડી દેવામાં ખોટું શું છે?
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો