એપશહેર

વંદે ભારત એકસપ્રેસને બે દિવસમાં બીજો અકસ્માત, આણંદ પાસે ગાય અથડાતા 'નાક'માં ગોબો પડ્યો

Vande Bharat Train: બપોરે 3.55 વાગ્યાની આસપાસ એક ગાય ટ્રેન સાથે અથડાઈ હતી. વડોદરા રેલ્વે વિભાગના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આ એક નાની ઘટના હતી અને તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે ઘટના બાદ ટ્રેન દસ મિનિટ મોડી પડી હતી. દસ મિનિટ રોકાયા બાદ ટ્રેને ફરી રવાના થઈ હતી.

Authored byદીપક ભાટી | I am Gujarat 7 Oct 2022, 7:48 pm
આણંદ: વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર અકસ્માતનો શિકાર બની છે. ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ શુક્રવારે ગુજરાતના આણંદ સ્ટેશન નજીક એક ગાય સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. એક અધિકારીએ આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શરૂ થયેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેને એક દિવસ અગાઉ ચાર ભેંસોને ટક્કર મારી હતી, જેના કારણે ટ્રેનનો આગળનો ભાગ બદલવો પડ્યો હતો.
I am Gujarat Vande Bharat Train Accident
ગાય સાથે અથડાતા ટ્રેનના આગળના ભાગને નુકસાન


10 મિનિટ પછી ટ્રેન ફરી રવાના થઈ
મળતી માહિતી અનુસાર કંજરાઈ-બોરિયાવી-આણંદ રેલવે ટ્રેક પર બપોરે 3.55 વાગ્યાની આસપાસ એક ગાય ટ્રેન સાથે અથડાઈ હતી. વડોદરા રેલ્વે વિભાગના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આ એક નાની ઘટના હતી અને તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે ઘટના બાદ ટ્રેન દસ મિનિટ મોડી પડી હતી. દસ મિનિટ રોકાયા બાદ ટ્રેને ફરી રવાના થઈ હતી. આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી.

ગુરુવારે ભેંસોના ટોળા સાથે અથડામણ થઈ હતી
તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગુરુવારે પણ અકસ્માતનો ભોગ બની હતી. મુંબઈથી આવતી વખતે અમદાવાદ રેલવે સ્ટેશન નજીક વટવા અને મણિનગર સ્ટેશનો પાસે તેણી ભેંસોના ટોળા સાથે અથડાઈ હતી. આ ઘટના સવારે 11.18 કલાકે બની હતી. જેમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. આ પછી થોડીવાર ટ્રેન ઊભી રહી હતી. ટ્રેન સવારે 11:27 કલાકે રી-શેડ્યુલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુંબઈ અને ગાંધીનગર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.

કેટલી સ્પીડથી ચાલે છે ટ્રેન?પ્રાપ્ત વિગતો અનુસાર આ ટ્રેનની સ્પીડ 180 કિમી પ્રતિ કલાકની છે, પરંતુ હાલમાં તેને 130 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચલાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી હતી અને આ સાથે તેમણે ગાંધીનગરથી અમદાવાદની મુસાફરી કરી હતી. દેશની આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ, સુરત અને બરોડા થઈને મુંબઈ સેન્ટ્રલ જાય છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story