એપશહેર

લગ્નના ચાર જ મહિના પછી પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કઢાવ્યું, 3 હત્યારાઓને આપી હતી સોપારી

દાહોદના કઠલા ગામમાં રહેતી આરતી પંચાલ નામની મહિલાના લગ્ન ચાર મહિના પહેલા જ મધ્ય પ્રદેશના લકી પંચાલ સાથે થયા હતા. લગ્ન પહેલા આઠ વર્ષ સુધી આરતી અન્ય યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. લગભગ દોઢ મહિના અગાઉ આરતીની ફરીથી પ્રેમી સાથે મુલાકાત થઈ અને તેમણે સાથે રહેવા માટે પતિ લકી પંચાલની હત્યા કરવાનું ષડયંત્ર ઘડ્યું.

Edited byZakiya Vaniya | TNN 13 Jun 2022, 9:38 am

હાઈલાઈટ્સ:

  • પત્નીએ પ્રેમી સાથે મળીને કરાવી પતિની હત્યા.
  • હત્યા માટે પત્નીએ 30,000ની સોપારી આપી.
  • આઠ વર્ષ સાથે પ્રેમી સાથે સંબંધ હોવાનો દાવો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Dahod
પ્રેમી સાથે મળીને પત્નીએ પતિનું કાસળ કઢાવ્યું.

વડોદરા- મધ્યપ્રદેશ પોલીસ દ્વારા દાહોદની એક પરીણિત મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને પર આરોપ છે કે તેમણે મળીને મહિલાના પતિની હત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે ચાર જ મહિના પહેલા આરતી પંચાલના લગ્ન લકી પંચાલ સાથે થયા હતા. આરતી પંચાલ પર પતિની હત્યાની યોજના ઘડવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા કરનારા 3 લોકોને શોધવાની કામગીરી વિભાગના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, કઠલા ગામમાં રહેતી આરોપી આરતી પંચાલ પાછલા આઠ વર્ષથી તેના ગામમાં જ રહેતા રોહિત રાજપુર નામના યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. પરંતુ આરતીના લગ્ન મધ્યપ્રદેશના લકી પંચાલ સાથે કરાવી દેવામાં આવ્યા હતા. લગ્ન પછી આરતી અને રોહિત વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ લગભગ દોઢ મહિના પહેલા તેમની ફરીથી મુલાકાત થઈ હતી.

ઉત્તરપ્રદેશથી ચોરી કરવા ગુજરાત આવતી ગેંગ પકડાઈ, વડોદરા ક્રાઈમ બ્રાંચે હરિદ્ધાર જઈ આરોપીઓને ઝડપ્યા
આરતી અને રોહિતે મળીને લકી પંચાલની હત્યા કરવાનું નક્કી કર્યું જેથી તે બન્ને સાથે રહી શકે. રોહિત રાજપુરે ત્યારપછી બચુ ભૂરિયા, પપ્પુ સાંગડિયા અને રણજીત નિનામાનો સંપર્ક કર્યો અને તેમને આ ગુનાહિત કૃત્ય કરવા માટે 30,000 રુપિયા આપ્યા. આરતી દાહોદમાં હતી અને તેના પતિ લકી પંચાલે 31મી મેના રોજ તેને મળવા માટે દાહોદ આવવાનો નિર્ણય કર્યો. તેણે પછીથી યોજના બદલી કાઢી અને 4 જૂનના રોજ આરતીને મળવા મોટરબાઈક લઈને આવ્યો હતો.

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસઃ ફાંસીની સજા રદ્દ કરવા આરોપી ફેનિલ ગોયાણીની હાઈકોર્ટમાં અપીલ
આરતી લોકેશન જાણવા માટે પતિને સતત ફોન કરતી રહેતી હતી. તે આ માહિતી કોન્ટ્રાક્ટ કિલર્સને આપતી રહેતી હતી. તેમણે આરતીના પતિનું અપહરણ કર્યું અને પછી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી. લકી પંચાલના મૃતદેહને નજીકના એક જંગલમાં મૂકી દેવામાં આવ્યો. જ્યારે લકી પંચાલની કોઈ ખબર ના મળી તો તેના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે મોબાઈલ ફોન ટ્રેક કર્યો. બીજા દિવસે લકીનો મૃતદેહ મળી આવ્યો અને હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.

Read Next Story