એપશહેર

ધો.11માં ભણતી વિદ્યાર્થિની પાસે યુવકે ગંદી માગણી કરી, છોકરીએ ગાર્ડનમાં બોલાવી ખેલ પાડી દીધો

વડોદરાના કારેલીબાગમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા એક યુવક સાથે થયો હતો. એ પછી બંને વાતચીત કરતા અને મળ્યા પણ હતા. એક દિવસ યુવકે વિદ્યાર્થિના ફોટા પાડ્યા અને વિડીયો પણ ઉતાર્યો. એ પછી તેણે છોકરીને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું અને બીભત્સ માગણી કરી હતી. જે બાદ યુવતીએ તેને ગાર્ડનમાં મળવા માટે બોલાવીને જબરો પાઠ ભણાવ્યો હતો.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 17 Aug 2022, 2:33 pm

હાઈલાઈટ્સ:

  • કારેલીબાગમાં રહેતી અને ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીના સાહસને સલામ
  • સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા યુવકે કરી હતી ગંદી માગ
  • વિદ્યાર્થિનીએ તેને ગાર્ડનમાં મળવા માટે બોલાવીને જબરો પાઠ ભણાવ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat youth made dirty demand form std 11 girl
યુવકે ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિની પાસે શરીર સુખની માગણી કરી. વિદ્યાર્થિનીએ પણ જબરો પાઠ ભણવ્યો
વડોદરાઃ આજકાલ સોશિયલ મીડિયાના વધારે પડતા વપરાશ બાદ ગુનાખોરીમાં પણ વધારો થયો છે. અનેક યંગસ્ટર્સ આ રીતે પ્રેમમાં પડે છે અને વિખૂટા પડતા હોય છે. પણ ક્યારેક આવી બાબતોનું ગંભીર પરિણામ પણ આવી શકે છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતી એક છોકરી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવકે તેના ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા. બાદમાં તેને બ્લેકમેલ કરી (Youth blackmailed girl) હતી અને શરીર સુખ માણવાની માગણી કરી હતી. આખરે વિદ્યાર્થિનીએ (Vadodara News) આ યુવકને ગાર્ડનમાં મળવા માટે બોલાવ્યો હતો અને જબરો પાઠ ભણાવ્યો હતો.
સોશિયલ મીડિયાથી થયો સંપર્ક
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થી ધોરણ 11માં અભ્યાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા તેનો સંપર્ક એક યુવક સાથે થયો હતો. સંપર્ક થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંને મેસેજથી વાતચીત પણ કરતા હતા. એ પછી સગીર વયની છોકરી અને આ યુવક વચ્ચે મુલાકાત થવા લાગી હતી. યુવકે વિદ્યાર્થિનીનો વિશ્વાસ કેળવીને તેના ફોટા અને વિડીયો પણ ઉતારી લીધા હતા. જો કે, યુવકના પ્લાનથી તે એકદમ અજાણ હતી. ફોટા અને વિડીયો ઉતાર્યા બાદ યુવકનું મન વિચલિત થયું હતું.
પોરબંદરઃ પોલીસની પત્નીએ ન્યૂડ ફોટા મોકલ્યા, LRD જવાને ક્યાંય મોઢું બતાવવા લાયક ન રાખી
યુવકે કરી બીભત્સ માગ
આખરે યુવકે વિદ્યાર્થિની પાસે શરીર સુખની માગણી કરી હતી. યુવકની વાત સાંભળીને વિદ્યાર્થિની ડઘાઈ ગઈ હતી. વિદ્યાર્થિનીએ આ વાતનો ઈનકાર કર્યો હતો. આખરે યુવકે વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી હતી. તેણે એવી ધમકી આપી કે, જો તે કાલે સાંજે પાંચ વાગે નહીં મળે તો ફોટા વાયરલ કરી દઈશ. યુવકની આ વાત સાંભળીને વિદ્યાર્થિની ડરી ગઈ હતી અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીની વારંવાર વિનંતી બાદ પણ યુવક તૈયાર નહોતો.
ડ્રગ્સ કેસઃ સુરતનો આરોપી મહેશ વૈષ્ણવ આવી લક્ઝુરિયસ લાઈફ જીવતો, થયા ચોંકાવનારા ખુલાસા
આવો પાઠ ભણાવ્યો
યુવકના બદઈરાદા સામે આખરે વિદ્યાર્થિનીએ સામે પડવાનું નક્કી કર્યું હતું. વિદ્યાર્થિનીએ આ યુવકને કારેલીબાગના દિપીકા ગાર્ડનમાં મળવા માટે બોલાવ્યો હતો. આ વાતની જાણ તેણે 181 મહિલા અભયમ હેલ્પલાઈને પણ કરી હતી. જ્યારે યુવક તેને મળવા માટે આવ્યો તો વિદ્યાર્થિનીએ તેને પકડાવી દીધો હતો. બીજી તરફ, વિદ્યાર્થિની સગીર વયની હોવાથી તેની ઓળખ છતી ન થાય એટલા માટે ટીમે તેને ખાતરી પણ આપી હતી. આ રીતે વિદ્યાર્થિનીએ આ યુવકને ધૂળ ચટાડી હતી.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story