એપશહેર

ભારતમાં એક જ દિવસમાં કોરોનાના દોઢ લાખથી વધારે કેસ નોંધાયા, મૃત્યુઆંક વધ્યો

Covid-19 updates of India: અમેરિકા પછી ભારત બીજો દેશ બન્યો છે કે જ્યાં એક દિવસમાં દોઢ લાખ કરતા પણ વધારે કોરોના કેસ નોંધાયા છે

Agencies 11 Apr 2021, 11:46 am
ભારતમાં કોરોના વાયરસના નવા કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. દેશમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના નવા કેસનો આંકડો દોઢ લાખને પાર પહોંચી ગયો છે. અમેરિકા પછી ભારત બીજો દેશ બન્યો છે કે જ્યાં 24 કલાકમાં દોઢ લાખથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં સતત પાંચમા દિવસે એક લાખ કરતા વધારે કોરોનાના કેસ નોંધાયા છે. જે પ્રમાણે કેસની સંખ્યા વધી રહી છે તેની સામે મૃત્યુઆંક પણ ઊંચો જઈ રહ્યો છે.
I am Gujarat 1 52 lakh new covid 19 cases reported in india second highest after america
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના દોઢ લાખથી વધારે કેસ નોંધાયા, મૃત્યુઆંક વધ્યો


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે ભારતમાં 24 કલાકમાં 1,52,879 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,33,58,805 થઈ ગયા છે.

પાછલા 24 કલાકમાં ભારતમાં વધુ 839 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 1,69,275 પર પહોંચી ગયો છે.

સતત નવા કેસ વધી રહ્યા છે, જેના લીધે એક્ટિવ કેસનો આંકડો 11,08,087 પર પહોંચી ગયો છે.

90,584 લોકોએ કોરોનાને હરાવ્યો છે, આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,20,81,443 પર પહોંચી ગઈ છે.

ભારતમાં શનિવારે કોરોનાના કુલ કેસનો આંકડો 1.52 લાખને પાર થઈ ગયા છે, આ પહેલા શુક્રવારે દેશમાં 1,45,384 નવા કેસ નોંધાયા હતા.

ICMR (Indian Council of Medical Research) મુજબ 14,12,047 લોકોના શનિવારે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેની સાથે અત્યાર સુધીમાં કુલ 25,66,26,850 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની રસી આપવામાં આવી હોય તેવા લોકોની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ છે, દેશમાં 10,15,95,147 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 દિવસ લાંબા 'રસી ઉત્સવ'નો પ્રારંભ કરાવ્યો છે, જેમાં આજના દિવસ (જ્યાતિરાવ ફુલેની જન્મજયંતી)થી 14 એપ્રિલે (બીઆર આંબેડકરની જન્મજયંતી)નો સમાવેશ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો