એપશહેર

શરમજનક! 13 વર્ષની છોકરી પર 3 શખ્સોએ સતત 36 કલાક સુધી કર્યો ગેંગરેપ અને પછી...

મિત્તલ ઘડિયા | I am Gujarat 14 Jan 2020, 9:34 am
ન્યૂ દિલ્હીઃ દેશભરમાં મહિલાઓ અને છોકરીઓ સાથે અત્યાચાર અટકવાનું નામ લઈ રહ્યા નથી. હવે, ઓડિશામાં ભલભલી વ્યક્તિને હચમચાવી દે તેવી ઘટના બની છે. 8મા ધોરણમાં ભણતી 13 વર્ષની છોકરીનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ થયો હોવાનું સામે આવ્યું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ઓડિશાના ગંજમ જિલ્લાના બરહમપુર ટાઉનમાં ઘટના બની હતી. પોલીસે સોમવારે જણાવ્યું કે, 13 વર્ષની છોકરીનું પહેલા અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં 3 શખ્સોએ સાથે મળીને તેની સાથે કથિત રીતે ગેંગરેપ કર્યો. તેમાંથી એક આરોપીને પીડિતા પહેલાથી ઓળખતી હતી.જાણકારી પ્રમાણે, 8મા ધોરણમાં ભણતી છોકરી 10 જાન્યુઆરીએ મોડી સાંજે ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે ગઈ હતી. ત્યારે એક સ્થાનિક છોકરાએ તેને પોતાની સાથે જવા માટે કહ્યું હતું. જો કે તે પહેલાથી જ તેને ઓળખતી હતી જે રોજ કોલેજ આવતો-જતો હતો. તેનાથી પરિચિત હોવા છતાં છોકરીએ તેની સાથે જવાનો ઈનકાર કરી દીધો.છોકરીએ ના પાડી તો છોકરાએ ફોન કરીને પોતાના બે ફ્રેન્ડ્સને બોલાવ્યા અને બળજબરીથી તેને ઉઠાવીને સૂમસાન જગ્યાએ લઈ ગયા. જ્યાં ત્રણેયે પહેલા તેને પીવા માટે કોલ્ડ ડ્રિંક આપ્યું અને બાદમાં રેપ કર્યો. બરહમપુર SP પીનાક મિશ્રાએ નોંધાયેલી FIRના આધારે આ માહિતી આપી હતી.પીડિતાએ જણાવ્યું કે, ત્રણેયે તેને 36 કલાક સુધી બંધક બનાવીને રાખી અને દુષ્કર્મ આચર્યું. બાદ તેઓ તેને ગંભીર હાલતમાં તેના જ ઘર પાસે ફેંકીને જતા રહ્યા. છોકરીના મામાએ ફરિયાદ નોંધાવતા આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસને હવે મહિલા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.પોલીસે જણાવ્યું કે, દાનારા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે, આ તે જ છોકરો છે જેને છોકરી ઓળખતી હતી. છોકરીના મેડિકલ એક્ઝામિનેશન બાદ તેની ધરપકડ કરાશે.પીડિતાને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તેની હાલત સ્થિર છે. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જે પિતાના મોત બાદ મામા સાથે રહે છે તો તેની માતા કામને લઈને બહારગામ ગઈ હતી.એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો