એપશહેર

કોરોનામાં કરૂણ કહાનીઃ આ રાજ્યમાં 1,400 બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા, અનાથ બન્યા

કોરોનાકાળમાં દેશભરમાં ઘણા બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા અને ઘણા બાળકો અનાથ બન્યા છે

I am Gujarat 11 Jun 2021, 10:08 pm
કોરોનાકાળમાં ઘણી કરૂણ ઘટનાઓ સામે આવી છે. તેમાં પણ જે લોકોએ ઘરમાં એકના એક કમાનાર વ્યક્તિને ગુમાવ્યો છે તેની પરિસ્થિતિ ઘણી કપરી બની છે. તામિલનાડુમાં તો 1,400 જેટલા બાળકોએ પોતાના માતા કે પિતાને કે બંનેને ગુમાવી દીધા છે.
I am Gujarat children5


12 વર્ષીય સુકૃતિએ જણાવ્યું હતું કે, મારા પિતાનો કોરોના નેગેટિવ આવ્યા હતા અને હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ બે દિવસ પછી હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું. અમારા પરિવારમાં તે એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. સુકૃતિની માતા ગૃહિણી છે અને તે પોતાના બંને બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે.
ગુજરાતમાં કોરોનાના નવા કેસો ઘટીને 500ની અંદર, વધુ 9 દર્દીના મોતડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા બુધવાર સુધીમાં એકઠા કરેલા ડેટા પ્રમાણે ગત વર્ષથી અત્યાર સુધીમાં તામિલનાડુમાં 1,400 જેટલા બાળકોએ કોરોનાથી પોતાના માતા કે પિતા ગુમાવ્યા છે જ્યારે 50 જેટલા બાળકોએ માતા અને પિતા બંનેને ગુમાવી દીધા છે.

સરકારે કોવિડ-19ના કારણે અનાથ બનેલા બાળકો માટે 5 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે પરંતુ સુકૃતિ જેવા બાળકો કે જેમના પેરેન્ટ્સ કોવિડ-19 બાદ ઊભા થયેલા કોમ્પલિકેશનના કારણે મોતને ભેટ્યા છે તેમના માટે કોઈ મદદ નથી.
અમદાવાદ જિલ્લામાં દુકાનદારો, રિક્ષા ચાલકો સહિતના માટે રસી અથવા નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાતતામિલનાડુ ચાઈલ્ડ રાઈટ્સ વોચના સ્ટેટ કન્વેનર એન્ડ્રુ સેસુરાજે જણાવ્યું હતું કે, તેવા બાળકો માટે પણ કોઈ મદદ નથી જેમના પેરેન્ટ્સ ગરીબી, ભૂખથી મરી ગયા છે કે પછી આત્મહત્યા કરી છે. કોરોનાથી સર્ટિફાઈડ મૃત્યુના આંકડા ઓછા છે પરંતુ અન્ય રીતે મૃત્યુ પામ્યા હોય તેના આંકડા મોટા છે. તેમણે કહ્યું હતું કે, મોટા ભાગના આવા મૃત્યુ રોગચાળાના કારણે થયા છે. પરંતુ તેની વિગતો એકઠી કરવા અથવા તો આવા બાળકોને મદદ કરવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી.

નેશનલ કમિશન ઓફ પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે (એનસીપીસીઆર) સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, 1 એપ્રિલ 2020થી 5 જૂન 2021 દરમિયાન રોગચાળો ફેલાયો ત્યારથી સમગ્ર દેશમાં 30,000થી વધુ બાળકોએ પોતાના માતા કે પિતાને ગુમાવ્યા છે અને કાં તો અનાથ બન્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો