એપશહેર

અનામતમાં અનામત: મોટા રાજ્યોનું મૌન, 17 નકારી ચૂક્યા છે કેન્દ્રનો પ્રસ્તાવ

સુપ્રીમ કોર્ટના તાજેતરના વલણ બાદ એસી/એસટીને ગ્રુપ્સમાં વહેંચી તેમને અનામતનો ફાયદો આપવાની કવાયત ફરીથી જોર પકડવા લાગી છે. જોકે, આ દિશામાં છેલ્લા 9 વર્ષોથી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી.

TNN 30 Aug 2020, 10:00 am
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 27 ઓગસ્ટે એસસી/એસટી અનામતને લઈને મહત્વની વ્યવસ્થા આપી હતી. એસસી/એસટીના સબ કેટેગરાઈઝેશન થઈ શકવા ઉપરાંત, રાજ્ય પણ તે કરી શકે છે. એક તરફ કેન્દ્ર સરકાર આ આદેશ બાદ મામલાની સમીક્ષા કરી રહી છે, ત્યારે રાજ્યોનો મત ઘણો મહત્વનો થઈ જાય છે. કેન્દ્ર સરકારે દલિતોના સબ-ડિવિઝનનો જે પ્રસ્તાવ મોકલ્યો હતો, તેને 17 રાજ્ય સ્પષ્ટ રીતે ફગાવી ચૂક્યા છે. માત્ર પાંચ રાજ્યોએ હા કરી છે. જૂન 2011 પછીથી જ કેન્દ્ર સરકાર રાજ્યો સાથે વાતચીત કરી સુપ્રીમ કોર્ટે 2004મા ઈવી ચિન્નેયા મામલે આપેલા ચુકાદાનો તોડ કાઢવામાં લાગેલી છે. એ ચુકાદામાં કોર્ટે દલિતોના સબ-ડિવિઝનને ગેરબંધારણીય જણાવ્યું હતું.
I am Gujarat Quota
સુપ્રીમ કોર્ટે 27 ઓગસ્ટે એસસી/એસટી અનામતને લઈને મહત્વની વ્યવસ્થા આપી હતી.


યુપી, બિહાર, મહારાષ્ટ્રે ન આપ્યો જવાબ
યુપીએ કેબિનેટમાં ચુકાદા બાદ 2011મં સામાજિક ન્યાય મંત્રાલયે રાજ્યો સમક્ષ મુદ્દો રાખ્યો હતો. સૂત્રો મુજબ, આ કવાયત હજુ પણ ચાલી રહી છે, કેમકે 'જે 6 મોટા રાજ્યોમાં દેશની લગભગ અડધી દલિત વસ્તી છે, તેમણે મૌન ધારણ કરી રાખ્યું છે.' છેલ્લે ડિસેમ્બર 2019માં આ રાજ્યોને રિમાઈન્ડર મોકલાયું હતું. જવાબ ન આપનારા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર ઉપરાંત જમ્મુ અને કાશ્મીર તથા પુડુચેરીનું નામ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે, જે પાંચ રાજ્યોએ કેન્દ્રનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે, તે તો પહેલેથી જ તેને લાગુ કરી ચૂક્યા હતા.

અનામત પર 'કબજો' કરવાનો પ્રયાસ
16 વર્ષ બાદ, સુપ્રીમ કોર્ટની બેંચે ચિન્નેયા કેસમાં ચુકાદાથી અલગ વ્યવસ્થા આપી છે. સબ-કેટેગરાઈઝેશનનો અર્થ SCsને નાના-નાના જૂથોમાં વહેંચવા અને પછી તેની વસ્તીના આધાર પર અનામતનો કોટા નક્કી કરવાનો છે. તેની પાછળ એ ફરિયાદને દૂર કરવાનો પ્રયાસ છે કે કેટલીક પ્રભાવી ઉપજાતિઓ જ કોટાનો લાભ લઈ રહી છે. ચિન્નેયૈ મામલામાં સુપ્રીમ કોર્ટે ત્યારે અવિભાજિત આંધ્ર પ્રદેશની સબ-કેટેગરાઈઝેશનને ગેરબંધારણીય જણાવ્યુ હતું. રાજ્યએ કેન્દ્ર પર દબાણ કર્યું તો યુપીએ સરકારે પૂર્વ જસ્ટિસ ઉષા મહેતા પંચ બનાવી દીધું.

સાત જજોની બેંચ સમજશે મામલો2008માં પોતાના રિપોર્ટમાં કમિશને કહ્યું કે, વર્તમાન નિયમો અંતર્ગત સબ-કેટેગરાઈઝેશનની મંજૂરી નથી. પરંતુ કલમ 31માં ફેરફાર કરી સંસદને અધિકાર આપી શકાય છે. 2011માં સરકારે જે કવાયત શરૂ કરી, તે તો અટકી પડી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે જે આદેશ આપ્યો, તેનાથી મુદ્દો ફરી ચર્ચામાં છે. સાત જજોની એક બેંચ સમગ્ર મામલાની તપાસ કરશે. આદેશ પર માત્ર એટલા માટે નજર નહીં હોય કે તેને વર્તમાન પરિસ્થિતિઓમાં લાગુ કરવામાં આવશે કે નહીં, પરંતુ બંધારણમાં સંશોધનો દ્વારા પણ અનામતમાં અનામત આપવા પર ચર્ચા થઈ શકે છે. ઉષા મેહરા પેનલ સ્પષ્ટ કહ્યું હતું કે, સંશોધન દ્વારા તેની વ્યવસ્થા કરી શકાય છે. તે ચિન્નૈયા કેસના ચુકાદાથી ઘણું અલગ છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યોને સબ-કેટેગરાઈઝેશનનો અધિકાર નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો