એપશહેર

લખનૌમાંથી અલ કાયદાના 2 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા, સિરીયલ બ્લાસ્ટનો હતો પ્લાન!

ATSના સૂત્રોનું કહેવુ છે કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને શંકાસ્પદ આતંકીઓએ લખનૌમાં ભાજપના એક સાંસદ અને ભાજપના કેટલાંક વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવવાની યોજના બનાવી હતી

I am Gujarat 11 Jul 2021, 6:07 pm

હાઈલાઈટ્સ:

  • ઉત્તર પ્રદેશના લખનઉના કાકોરીમાંથી અલ કાયદાના બે શંકાસ્પ્દ આતંકીઓ ઝડપાયા
  • ATSના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના સાંસદ શંકાસ્પદ આતંકીના નિશાને હતા
  • 2 પ્રેશર કુકર બોમ્બ, 1 ડેટોનેટર અને 6-7 કિલોગ્રામ વિસ્ફોટક પદાર્થ જપ્ત
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ats.
લખનૌઃ ઉત્તર પ્રદેશની ATSએ રવિવારે એક મોટા અભિયાન દરમિયાન અલ કાયદાના સાથે સંકળાયેલા બે શંકાસ્પદ આતંકીઓની લખનૌના કાકોરીમાંથી ધરપકડ કરી છે. કથિત રીતે બંને આતંકીઓ કાકોરી વિસ્તારના એક ઘરમાં છૂપાયેલા હતા. ATSના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમના નિશાને ભાજપના એક સાંસદ હતા.
ATSની ટીમને આ મામલે ખાનગી ઈનપુટ મળ્યાં હતાં અને છેલ્લાં એક અઠવાડિયાથી તેઓએ વોચ ગોઠવી હતી. ATSના આઈજી જી.કે.ગોસ્વામના નેતૃત્વમાં બનાવેલી ટીમે આખા વિસ્તારને ઘેરી લીધો અને બાદમાં બંનેને તેમના ઘરમાંથી ઝડપી પાડ્યાં. આ ઘરમાં વસીમ નામનો એક ભાડૂઆત છેલ્લાં 15 વર્ષથી રહેતો હતો. ઘરમાં એક મોટર ગેરેજ પણ છે.

બાળકોનું શારીરિક શોષણ કરતાં પતિને પત્નીએ જ મોતને ઘાટ ઉતારી દીધો
ATSના સૂત્રોના જણાવ્યા મુજબ, ઘરમાંથી બે પ્રેશર કુકર બોમ્બ, એક ડેટોનેટર અને 6-7 કિલોગ્રામ વિસ્ફોટક પદાર્થ પણ જપ્ત કરવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડને ઘટના સ્થળે બોલાવવામાં આવી અને આસપાસના મકાનો ખાલી કરાવવામાં આવ્યા. જો કે, આઈજીએ ધરપકડેલા બંને શંકાસ્પદ આતંકીઓના નામનો ખુલાસો કર્યો નથી. તેઓએ કહ્યું કે, પૂછપરછ બાદ અન્ય વિગતોનો ખુલાસો કરવામાં આવશે.
બનાસકાંઠા: ડીસામાં રાતે વીજળી પડતાં મહિલાનું મોત, પરિવારમાં માતમ
ATSના સૂત્રોએ કહ્યું કે, પ્રાથમિકતપાસમાં સામે આવ્યું છે કે, બંને શંકાસ્પદ આતંકીઓએ લખનૌમાં ભાજપના એક સાંસદ અને ભાજપના કેટલાંક વરિષ્ઠ નેતાનઓને નિશાન બનાવવાની યોજના બનાવી હતી. વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની સાથે સુરક્ષાબળની એક મજબૂત ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો