એપશહેર

નવો નિયમઃ જો એમ્પલોયરને PAN નંબર નહિ આપો તો કપાઈ જશે આટલો પગાર

I am Gujarat 24 Jan 2020, 5:03 pm
જો કોઈ વ્યક્તિ પોતાની કંપની કે એમ્પલોયરને પાન નંબર કે આધાર નંબર ન આપે તો તેના પગારમાંથી 20 ટકા પગાર TDS પેટે કપાઈ જશે. ઈન્કમ ટેક્સ ખાતાએ તાજેતરમાં જ આ સૂચના જારી કરી છે. સીબીડીટીએ તાજેતરમાં એક સરક્યુલર આપ્યો હતો જેમાં તેમણે એમ્પલોયરને કહ્યું છે કે તેમણે કર્મચારીઓ પાસેથી આધાર કે પાન કાર્ડ લેવો જોઈએ, સાથે જ પગારના સ્ટેટમેન્ટમાં પણ તેની નોંધ કરવી જોઈએ. આવકવેરા કાયદા મુજબ કમાણી કરનારા લોકો માટે પાન કાર્ડ આપવું જરૂરી છે. જે લોકો આવું કરવામાં નિષ્ફળ જાય તેમની ટેક્સેબલ ઈન્કમના 20 ટકા કે તેનાથી વધુ પર TDS વસૂલી શકાય છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરોકંપનીઓ નાણાંકીય વર્ષ માટે પોતાનું એકાઉન્ટ તૈયાર કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આ સરક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. આવકવેરા ખાતાએ વ્યવસ્થિત આકલન કરી વધારે ટેક્સ કાપવાની સૂચના આપી છે. સરક્યુલર અનુસાર અત્યારે લાગુ ટેક્સના દર પ્રમાણે ટેક્સ 20 ટકાથી ઓછો કપાતો હશે તો 20 ટકા ટીડીએસ કપાશે. તેનાથી વધુ ટેક્સ કપાતો હશે તો તેના દર પર ટીડીએસ કપાશે.ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી છે કે 20 ટકા ટીડીએસ કપાય તો 4 ટકા સ્વાસ્થ્ય અને શિક્ષા સેસ કાપવાની જરૂર નથી. મતલબ કર્મચારીની આવક 2.50 લાખની લિમિટથી ઓછી હોય તો તેનો ટીડીએસ કાપવાની કોઈ જરૂર નથી. આવકવેરા ખાતાએ આ રિમાઈન્ડર એવા સમયે બહાર પાડ્યું છે જ્યારે સરકાર કંપની ટેક્સના દરોમાં કપાત કર્યા બાદ પણ ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ હાંસલ કરવા ઝઝૂમી રહી છે. સરકારે ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા અને અર્થવ્યવસ્થાની સુસ્તી દૂર કરવા કંપની ટેક્સમાં ઘટાડો કર્યો હતો.ઉલ્લેખનીય છે કે કંપની ટીડીએસ કાપવાને લઈને સજાગ રહે છે કારણ કે આમાં ડિફોલ્ટ થાય તો કંપનીએ ભારે ટેક્સ ભરવો પડી શકે છે. સરક્યુલરમાં એ વાત ફરી કહેવાઈ છે કે એમ્પલોયરે TAN લેવો જોઈએ. ચલણ, ટીડીએસ સર્ટિફિકેટ, સ્ટેટમેન્ટ અને બીજા દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ કરવો જોઈએ. આવું ન કરે તો કંપનીને રૂ. 10,000નો દંડ થઈ શકે છે.આધાર કાર્ડમાં જન્મ તારીખ ખોટી છે? આ રીતે સુધારો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો