એપશહેર

'લડવાનું દૂર, કોંગ્રેસમાં ઉભા થવાની પણ હિંમત નથી', હવે બે વર્ષમાં પાર્ટી ઉભી થઈ શકશે?

Prashant Kishor's 2024 Plan For Congress: સતત કોંગ્રેસ રાજ્યો ગુમાવી રહ્યું છે. કેન્દ્રમાંથી સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસની રાજ્યો પરથી પણ પક્કડ ઓછી થઈ રહી છે. હવે પાર્ટી માત્ર બે રાજ્યો સુધી સિમિત થઈ ગઈ છે, જેની સામે ભાજપનો વ્યાપ વધતો જઈ રહ્યો છે, ભાજપ પાસે કેન્દ્રની સાથે 10થી વધુ રાજ્યો પર સત્તામાં છે. આવામાં જાણીતા રાજકીય એજન્ડા બનાવતા પ્રશાંત કિશોર કોંગ્રેસને કઈ રીતે સફળ બનાવશે? આવો જાણીએ..

I am Gujarat 17 Apr 2022, 12:00 pm

હાઈલાઈટ્સ:

  • કોંગ્રેસ ગુમાવી રહી છે સત્તા, શું પ્રશાંત કિશોર બચાવી શકશે?
  • સતત પડતી બાદ હવે કોંગ્રેસ માત્ર બે રાજ્યો પુરતી રહી ગઈ છે
  • કોંગ્રેસ અધ્યક્ષનો સવાલ સૌથી મોટો, હાલ સોનિયા ગાંધી પાસે છે પદ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Prashant Kishor on Congress
કોંગ્રેસને બે વર્ષમાં ઉભી કરી શકશે પ્રશાંત કિશોર?
2 દાયકા પહેલા કોંગ્રેસનો જે દબદબો હતો તે ઘટીને માત્ર બે રાજ્યો પુરતો રહી ગયો છે. અગાઉ કોંગ્રેસ પોતાના સહયોગી દળો સાથે કેન્દ્રની સત્તામાં હતી પરંતુ ભાજપની સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી તે પછી કોંગ્રેસને રાજ્યોમાં પણ પછડાટ મળી રહી છે. આવામાં હવે કોંગ્રેસ સતત ઉભા થવાના પ્રયાસ કરી રહી છે પરંતુ સતત નુકસાન વેઠવું પડી રહ્યું છે. આવામાં રાજકીય એજન્ડા બનાવવામાં માસ્ટર ગણાતા પ્રશાંત કિશોરે કોંગ્રેસને કેટલીક ખાસ ટીપ્સ આપી છે. કોંગ્રેસના પ્રશાંત કિશોરને કેટલી આશા છે તે અંગે બેઠકમાં મહત્વની વાત કરી છે. પ્રશાંત કિશોરે ગોવામાં કહ્યું હતું કે, "જ્યાં સુધી તમે તેમની (ભાજપ અને નરેન્દ્ર મોદી)ની તાકાતને નહીં સમજો, માનશો નહીં, ત્યાં સુધી તેમને કાઉન્ટર નહીં કરી શકો, ક્યારેય તેમને હરાવી શકશો નહીં." પ્રશાંત કિશોરનું કહેવું હતું કે રાહુલ ગાંધીની સમસ્યા એ છે કે તેમને એ વાતનો અહેસાસ નથી, પરંતુ તેમને લાગે છે કે લોકો ભાજપને ઉખાડી ફેંકશે. 6 મહિના પછી પ્રશાંત કિશોર 2024ની ચૂંટણીમાં કોંગ્રેસને 400 બેઠક જીતવાની રણનીતિ સમજાવી છે.
સોનિયા ગાંધીના ઘરે 10 જનપથ પર રવિવારે બેઠકમાં પ્રશાંત કિશોર સિવાય રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, વેણુગોપાલ, અંબિકા સોની અને ખડગે જોડાયા હતા. પીકેએ કોંગ્રેસને મીડિયા સ્ટ્રેટેજીમાં બદલાવ કરવા, સંગઠનને મજબૂત કરવા અને એ રાજ્યો પર વધારે ધ્યાન આપવા માટે કહ્યું છે કે જ્યાં ભાજપ સાથે તેમની સીધી ટક્કર છે. સતત રાજ્યોમાંથી સરકાર ગુમાવી રહેલી કોંગ્રેસ બે વર્ષથી ચૂંટણી જીતવાનું સપનું જોઈ રહી છે, પરંતુ આમ થશે કઈ રીતે?

પ્લાન તો છે પરંતુ તેને કામ કઈ રીતે કરશે પ્રશાંત કિશોર?

પ્રશંતા કિશોરનો પ્લાન કોંગ્રેસને પસંદ જરુર પડ્યો હશે, માટે જ તેના પર એક્શન પ્લાન શરુ થઈ ગયો છે. પીકેએ પ્લાનને લાગુ કરવા માટે કોંગ્રેસ નેતાઓનું એક ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપ અઠવાડિયામાં સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપશે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતાઓએ પ્રશાંત કિશોરને જલદી પાર્ટીમાં જોડાવાની વાત કહી છે. સૂત્રો મુજબ જે ગ્રુપ બનાવ્યું છે તે એ પણ રિપોર્ટ આપશે કે કોંગ્રેસમાં પીકેની ભૂમિકા શું થવી જોઈએ. પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિ બનાવી શકે છે પરંતુ નિરાશ કોંગ્રેસ કેડરને કઈ રીતે ઉભી કરશે? પાર્ટીનું સંગઠન વિખેરાઈ ગયું છે, બળવાખોર નેતાઓનું લિસ્ટ મોટું થઈ રહ્યું છે, નેતૃત્વનું સંકટ પાછલી લોકસભા પછી ઉભું થયું છે. એવામાં બે વર્ષમાં કોંગ્રેસની અંદર ચાલતી કમીઓને કઈ રીતે દૂર કરાશે, તે મોટો સવાલ છે.

સૌથી મોટો સવાલ, અધ્યક્ષ કોને બનાવશે?

કોંગ્રેસની સમસ્યાના લિસ્ટમાં સૌથી ઉપરથી શરુ કરીએ તો રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધી જ વચગાળાના અધ્યક્ષ બનીને પાર્ટી ચલાવી રહ્યા છે. કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં વારંવાર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનવા અંગે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ બન્ને ઈનકાર કરી રહ્યા છે. ગાંધી પરિવારની બહારની વ્યક્તિને અધ્યક્ષની જવાબદારી સોંપવા અંગેની રજૂઆત પણ કરવામાં આવી રહી છે. પાર્ટીને એવી પણ ચિંતા છે કે જો અધ્યક્ષનું પદ ગાંધી પરિવારના હાથમાં નહીં હોય તો પાર્ટીને એક રાખવી મુશ્કેલ બની જશે.

પાર્ટીના નેતાઓને રોકવાનો મોટો પડકાર

પાછલા પાંચ વર્ષમાં સૌથી વધારે કોઈ પાર્ટીએ નેતા ગુમાવ્યા હોય તો તે કોંગ્રેસ છે. પાર્ટીએ એક-એક કરીને ઘણાં યુવા અને વરિષ્ઠ ચહેરા ગુમાવ્યા છે. રાહુલ ગાંધીની કોર ટીમ પણ વિખેરાઈ ગઈ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતેન પ્રસાદ, આરપીએન સિંહ.. હજુ પણ ઘણાં મોટા નામ છે કે જેમણે કોંગ્રેસને પાણીચું પકડાવીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો