એપશહેર

ડાયરીના મેપમાંથી 'કાશ્મીર' ગાયબ, રાજદ્રોહનો કેસ

I am Gujarat 19 Jul 2016, 9:27 am
ભોપાલ: મધ્ય પ્રદેશની એક સ્કુલના આચાર્ય અને ડાયરેક્ટર પર રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર સ્કૂલના બાળકોને એવી ડાયરી વહેંચવાનો આરોપ છે, જેમાં છપાયેલા ભારતના નકશામાં કાશ્મીર નથી. શાહડોલ જિલ્લાના બુધર વિસ્તારની આ ઘટના છે. અહીના ગ્રીન વેલ્સ સ્કુલની ડાયરીમાં આવો વિવાદાસ્પદ નકશો છાપવામાં આવ્યો છે.
I am Gujarat 3 booked under sedition law for distributing school diary with indias map without kashmir
ડાયરીના મેપમાંથી 'કાશ્મીર' ગાયબ, રાજદ્રોહનો કેસ


આ ઘટના પર વાત કરતાં શાહડોલના એસપી સુશાંત સક્સેનાએ જણાવ્યું કે, સ્કૂલના ડાયરેક્ટર, પ્રિસિંપલ અને પ્રિટિંગ પ્રેસના માલિકને જેલ મોકલવામાં આવ્યા છે. આ ત્રણે પર આઈપીસીની ધારા 124(રાજદ્રોહ), 153B અને 34 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. સક્સેનાએ આગળ કહ્યું કે, તપાસ પછી સ્પષ્ટ વા સામે આવશે.

બાળકોના વાલીઓએ જ્યારે ડાયરીમાં આ મેપ જોયો ત્યારે આખી વાત સામે આવી. ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ સ્કુલના ડાયરેક્ટર મો. શરીફ નિયાઝી, પ્રિસિંપલ ગોવિંદચંદ્રા દાસ અને પ્રિટંર અરુણ કુમાર અગ્રવાલ પર રાજદ્રોહનો કેસ થયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો