એપશહેર

કોરોનાના દર્દીનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ

આ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આ દર્દીના સંબંધીઓએ હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.

I am Gujarat 31 Oct 2020, 6:40 pm
મુંબઈ: મુંબઈના વાશીમાં આવેલી એક હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત થતા તેના સંબંધીઓએ ત્યાં તોડફોડ મચાવી. પોલીસે આ ઘટનામાં કુલ 4 લોકોની ધરપકડ કરી છે. જે 48 વર્ષીય કોરોનાના દર્દીનું મોત થયું તેના પરિવારે હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવતા તોડફોડ મચાવી હતી. પરંતુ, હોસ્પિટલે બેદરકારીના તમામ આક્ષેપ નકારી દીધા છે.
I am Gujarat q6


પોલીસે આ ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે 48 વર્ષીય કોરોનાના દર્દીને ગંભીર હાલતમાં વાશી મ્યુનિસિપલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં આ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આ દર્દીના સંબંધીઓએ હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.

કોરોનાના જે દર્દીનું સારવાર દરમિયાન મોત થયું તેના પરિવારના સભ્યો અને સંબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. તેઓ ગુસ્સે ભરાયા અને હોસ્પિટલના રિસેપ્શન વિસ્તારમાં તોડફોડ મચાવી હતી. હોસ્પિટલમાં તોડફોડ મચાવનારા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે હોસ્પિટલે બેદરકારીના તમામ આક્ષેપો નકાર્યા છે.

આ વિશે વાત કરતા હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે અમે સહેજ પણ બેદરકાર રહ્યા નથી. દર્દીની હાલત ગંભીર હતી અને અમે તેઓને બચાવવા માટેના શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. અમારા સ્ટાફે પણ દર્દીના સંબંધીને તેમની હાલત વિશેની પૂરી જાણકારી આપી હતી, દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી શકે છે તેવું પણ જણાવ્યું હતું. હાલ આ હોસ્પિટલને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

Read Next Story