એપશહેર

સીરમ પાસે તૈયાર છે 'કોવિશીલ્ડ'ના 5 કરોડ ડોઝ, આવતા મહિને મળી જશે મંજૂરી?

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ સોમવારે કહ્યું કે, તેનું લક્ષ્ય આવતા વર્ષે માર્ચ સુધીમાં 10 કરોડ ડોઝનું ઉત્પાદનનું છે.

Agencies 28 Dec 2020, 11:48 pm
નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) અત્યાર સુધી ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા કોવિડ-19 વેક્સીન 'કોવિશીલ્ડ'ના લગભગ 5 કરોડ ડોઝનું ઉત્પાદન કરી ચૂકી છે. કંપનીએ સોમવારે કહ્યું કે, તેનું લક્ષ્ય આગામી વર્ષે માર્ચ સુધીમાં 10 કરોડ ડોઝના ઉત્પાદનનું છે. કંપનીના સીઈઓ આદર પુનાવાલાએ સોમવારે કહ્યું કે, હજુ અમે આ વેક્સીનના ઈમર્જન્સી ઉપયોગના અધિકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.
I am Gujarat Adar Poonawalla


કંપનીએ કહ્યું કે, કોવિડ-19ના વેક્સીનનું ઉત્પાદન સરકાર તરફથી આવનારી કુલ માંગ પર નિર્ભર કરશે. ભારતમાં તાત્કાલિક કોવિડ-19 વેક્સીન રજૂ કરવાની જરૂરને પગલે SIIએ ઓક્સફર્ડ યુનિવર્સિટી તથા એસ્ટ્રાજેનેકાની સાથે કોવિશીલ્ડના ઉત્પાદન માટે ભાગીદારી કરી હતી. પુનાની કંપનીએ કોવિડ-19 વેક્સીનના ઈમર્જન્સી ઉપયોગ માટે DGCIમાં અરજી કરી છે.

પુનાવાલાએ કહ્યું કે, 'અમે પહેલા વેક્સીનના 4-5 કરોડ ડોઝનું નિર્માણ કરી ચૂક્યા છીએ લોજિસ્ટિકના મુદ્દાઓને કારણે શરૂઆતમાં વેક્સીન પહોંચાડવાની ઝડપ ધીમી રહેશે. જોકે, એક વખત બાબતો વ્યવસ્થિત થયા બાદ અમે ઝડપતી વેક્સીન ઉતારી શકીશું. તેમણે કહ્યું કે, કંપનીની યોજના આગામી વર્ષે માર્ચ સુધીમાં માસિક 10 કરોડ ડોઝ તૈયાર કરવાની છે.'

તેમણે જણાવ્યું કે, ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીનને બ્રિટનમાં ટૂંક સમયમાં મંજૂરી મળી જશે. આગામી મહિના સુધી ભારતમાં પણ વેક્સીનને મંજૂરી મળવાની આશા છે. તેમણે કહ્યું કે, મોટાભાગનું ઉત્પાદન ભારતને મળશે. જોકે, વૈશ્વિક પહેલ કોવેક્સ અંતર્ગત કેટલીક વેક્સીન અન્ય દેશોને પણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, પહેલા 6 મહિના દરમિયાન વેક્સીનની થોડી અછત પડી શકે છે, પરંતુ અન્ય મેન્યુફેક્ચરર્સ તરફથી આપૂર્તિ શરૂ કરાયા બાદ ઓગસ્ટ-ડિસેમ્બર સુધી સ્થિતિ સુધરી જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો