એપશહેર

મધ્યપ્રદેશમાં 50 દલિત ખેડૂત પરિવારોએ માગ્યું ઇચ્છામૃત્યુ

I am Gujarat 25 Jul 2016, 7:40 pm
ભોપાલઃ મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં 50 દલિત પરિવારોએ એકસાથે સરકાર સમક્ષ ઇચ્છામૃત્યુની માગ કરી છે. ઇચ્છામૃત્યુની માગ કરનારા ખેડૂતોનું કહેવું છે કે, સરકાર તેમની જમીન પાછી અપાવવાની વ્યવસ્થા કરે અથવા તેમને ઇચ્છામૃત્યુ માટે પરવાનગી આપે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, તેમની જમીન પર અસામાજિક તત્ત્વોએ કબજો જમાવી દીધો છે.
I am Gujarat 50 dalit families in mp seek permission fr euthanasia
મધ્યપ્રદેશમાં 50 દલિત ખેડૂત પરિવારોએ માગ્યું ઇચ્છામૃત્યુ


પ્રદર્શન કરી રહેલા ખેડૂત અર્જુનસિંહે કહ્યું છે કે, ’15 વર્ષ પહેલાં અમને સરકારે જમીન સંપાદન કરી હતી, પરંતુ આજ સુધી જમીનનો ટુકડો મળ્યો નથી. અમારી ફરિયાદ સાંભળનારું કોઈ નથી.’ પ્રદર્શનકારી ખેડૂતોનું એવું પણ કહેવું છે કે, તેમની જમીન અસામાજિક તત્ત્વોએ પચાવી પાડી છે.

પ્રદર્શનકારી ખેડૂત અર્જુન સિંહે કહ્યું છે કે, ‘અમારી જમીન પર બંદૂકધારી લોકોએ કબજો જમાવ્યો છે. રોજીરોટી માટે અમારી પાસે કોઈ વિકલ્પ નથી.’ પ્રદર્શનકારીઓ ખેડૂતોની માગણી છે કે, જો સરકાર તેમની જમીન પાછી ન આપવી શકતી હોય તો કમસે કમ તેમનો મુક્તિનો માર્ગ કરી આપે અને એટલા માટે ઇચ્છામૃત્યુની અપીલનો સ્વીકાર કરવામાં આવે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો