એપશહેર

કોરોના વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટે લાઈનમાં ઉભા રહેલા વૃદ્ધનું મોત નીપજ્યું

કોરોના વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવવા આવેલા વૃદ્ધ એક કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યાં, બેભાન થઈને ઢળી પડ્યા બાદ લીધા અંતિમ શ્વાસ

TNN & Agencies 14 Mar 2021, 12:04 am

હાઈલાઈટ્સ:

  • રજિસ્ટ્રેશન માટે લાઈનમાં ઉભા રહેલા વ્યક્તિનું મોત
  • બેભાન થઈને જમીન પર પડ્યા બાદ અંતિમ શ્વાસ લીધા
  • મૃતકના મિત્રનો કોર્પોરેશન પર બેદરકારીનો આરોપ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 15
મૃતકની ફાઈલ તસવીર
મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈ મહાનગર અંતર્ગત આવેલા નાલાસોપારા (પશ્ચિમ)ના એક સિવિક સેન્ટર ખાતે કોરોના વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટે આવેલા 63 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારના રોજ આ વૃદ્ધ વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટે લાઈનમાં ઉભા હતા. આ દરમિયાન તે બેભાન થઈને ઢળી પડ્યા હતા બાદમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. વૃદ્ધની સાથે આવેલા મિત્રએ નગર નિગમ પર બેદરકારીના આરોપ લગાવ્યા છે.

વૃદ્ધ ઢળી પડ્યા અને મોત થયું

નાલાસોપારા (પશ્ચિમ)ના પાટનગર પાર્કના રહેવાસી હરીશ પંચાલ વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટે સિવિક સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ સવારે લગભગ 10 વાગ્યે સિવિક સેન્ટરની બહાર લાઈનમાં ઉભા હતા, ત્યારે તેમને ગભરામણ થવા લાગી અને જમીન પર પડી ગયા હતા. તેમને તાત્કાલિક નાલાસોપારા (ઈસ્ટ)ના તુલિંજ સિવિક હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતક ડાયાબિટીઝના દર્દી હતા
વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ હેલ્થ ઓફિસર ડો સુરેખા વાલકેએ જણાવ્યું કે, વૃદ્ધ ડાયાબિટીઝના રોગથી પીડાઈ રહ્યા હતા. મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે હરીશભાઈ સેન્ટરની બહાર લગભગ એક કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. આ દરમિયાન તેમને ગભરામણ થઈ. થોડી વાર પછી તેઓ જમીન પર જ પડી ગયા

હોસ્પિટલ લઈ જતાં મૃત જાહેર કર્યા

મીડિયા રિપોર્ટ મુજબ જમીન પર પડતાં તેમનું માથું રૂમમાં લાગેલા એક પથ્થર સાથે અથડાયું અને લોહી વહેવા લાગ્યું. જે બાદ તેઓને નાલાસોપારા (પૂર્વ)ની તુલિંજમાં પબ્લિક હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વૃદ્ધના મૃત્યુ પછી તેમનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો