એપશહેર

મહિલા સગાને મળવા પાકિસ્તાન ગયા હતા, એક સામાન્ય ભૂલના લીધે 18 વર્ષ જેલમાં રહ્યા

હુસૈન બેગમ પાકિસ્તાનમાં એવા ફસાયા હતા કે તેમની કોઈ વાત સાંભળવામાં નહોતી આવતી, તેમણે ભારતમાં આવીને કહ્યું- 'અહીં મને સ્વર્ગ જેવું લાગે છે'

Agencies 27 Jan 2021, 9:19 am
ઔરંગાબાદઃ 65 વર્ષના હુસૈન બેગમ 18 વર્ષ પહેલા પોતાના પતિના સગાને મળવા પાકિસ્તાન ગયા હતા અને ત્યાં પોતાનો પાસપોર્ટ ખોવાઈ જતા જેલમાં જવાનો વારો આવ્યો હતો. આ પછી ઔરંગાબાદ પોલીસે કરેલી કાર્યવાહી બાદ તેમનો છૂટકારો થયો છે. પાકિસ્તાને તેમની પાસે જરુરી પૂરાવાના હોવાનું કહીને તેમની ધરપકડ કરી લીધી હતી અને હવે 18 વર્ષ પછી તેમનો છૂટકારો થયો છે.
I am Gujarat 65 years old indian husain begam released from pakistan after 18 years
મહિલા સગાને મળવા પાકિસ્તાન ગયા હતા, એક સામાન્ય ભૂલના લીધે 18 વર્ષ જેલમાં રહ્યા


હુસૈન બેગમ પાકિસ્તાનથી પરત ફર્યા તો તેમનું સ્વાગત કરવા માટે તેમના સગાની સાથે ઔરંગાબાદ પોલીસ પણ પહોંચી હતી.

બેગમ જણાવે છે કે, "હું ઘણી તકલીફોમાંથી પસાર થઈ છું અને મને મારા દેશમાં પાછા આવીને શાંતિનો અહેસાસ થાય છે. મને એવું લાગે છે જાણે હું સ્વર્ગમાં પહોંચી ગઈ છું. મને જબરજસ્તી પાકિસ્તાનમાં કેદ રાખવામાં આવી હતી." તેમણે વધુમાં જણાવ્યું કે, "ઔરંગાબાદ પોલીસે ફરિયાદ દાખલ કરી તે બદલ હું તેમનો આભાર માનું છું."

પાકિસ્તાનથી પરત ફરેલા હુસૈન બેગમના સગા ખ્વાજા જૈનુદ્દીન ચિસ્તીએ પણ ઔરંગાબાદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.

બેગમ પાકિસ્તાનમાં તેમના પતિના સગાને મળવા માટે પાકિસ્તાન ગયા હતા ત્યારે 18 વર્ષ પહેલા તેમનો પાસપોર્ટ લાહોરમાં ખોવાઈ ગયો હતો.

પોલીસે જણાવેલી વિગતો પ્રમાણે બેગમ રાશિદપુર વિસ્તારના રહેવાસી છે, જેઓ સિટી ચોકી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, અને તેમના લગ્ન ઔરંગાબાદના દિલશાદ અહેમદ સાથે થયા હતા જેઓ ઉત્તરપ્રદેશના સહરાનપુરના રહેવાસી છે.

બેગમે પાકિસ્તાનની કોર્ટમાં પણ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેમની પાસે પુરાવા ના હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી ઔરંગાબાદ પોલીસે બેગમની વિગતો પાકિસ્તાન મોકલી અને તેમનું ઘર સિટી ચોક પોલીસ સ્ટેશનમાં આવેલું છે.

જરુરી પુરાવા મળ્યા બાદ પાકિસ્તાને બેગમને મુક્ત કર્યા અને તેમને ભારતને સોંપ્યા હતા.

Read Next Story