એપશહેર

ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહિલાઓ-બાળકો સહિત 7 લોકોના મોત

Bihar Road Accident: બિહારના કટિહારમાં એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘટના કોઢા પોલીસ સ્ટેશન વિસ્તારના દિઘરી પેટ્રોલ પંપ પાસે NH 81ની છે. અહીં બેકાબૂ ટ્રકે ઓટોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 9 Jan 2023, 11:42 pm
કટિહારઃ બિહારના કટિહારથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત થયા છે. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત કોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિઘરી સ્થિત NH 81 પર થયો હતો. ટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું છે. હાલ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અકસ્માત બાદ વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો.
I am Gujarat Katihar Road Accident
પ્રતિકાત્મક તસવીર


મૃતકો એક જ પરિવારના સભ્યો!
પ્રાપ્ત માહિતી મુજબ તમામ મૃતકો ખેરીયા ગામના રહેવાસી હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કટિહાર સ્ટેશનથી ક્યાંક જવા માટે નીકળ્યા હતા. ઓટોમાં સવાર થઈને તેઓ ક્યાં જઈ રહ્યા હતા, આ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. દરમિયાન, તે દિઘરી સ્થિત NH 81 પર અકસ્માતનો શિકાર બન્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશન એક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી અને તમામ મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સાથે જ આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ આગચંપી કરીને હાઈવે બ્લોક કરી દીધો છે. હાલ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે હાજર છે.

બનાવની જાણ થતાં એસડીપીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાઈવે જામ થતા તેમણે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ વળતરની માંગ સાથે રસ્તો બ્લોક કર્યો. હાલમાં લોકો સ્થળ પરથી ખસવા તૈયાર નથી. બીજી તરફ મૃતકના પરિજનોએ જણાવ્યું કે તમામ મૃતકો ખેરિયા નિવાસી પંકજ ઠાકુરના પરિવારના હતા, જેઓ પંચાયત સચિવ તરીકે કામ કરે છે. પરિવારના તમામ સભ્યો ટ્રેન પકડવા માટે ખેરિયાથી ઓટોમાં કટિહાર જઈ રહ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બેકાબૂ ટ્રકે દિઘરી પેટ્રોલ પંપની સામે ખેરિયા તરફથી આવી રહેલા ઓટોને ટક્કર મારી હતી અને ગેરા બારી તરફ જતી રહી. મૃતકોના મૃતદેહ કટિહાર ગેરબારી મુખ્ય માર્ગ પર પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પેટ્રોલ પંપ સામે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ગ્રામજનો દ્વારા આગચંપી કરીને મુખ્ય માર્ગ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. કોઠા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story