એપશહેર

તૌકતે બાદ વધુ એક વાવાઝોડાનો ખતરો, 26મીએ ભુવનેશ્વરમાં ત્રાટકવાની શક્યતા

તૌકતે બાદ હવે Cyclone Yaasનો ખતરો, 23મીએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર, 26મીએ ભુવનેશ્વરમાં ત્રાટકશે

I am Gujarat 19 May 2021, 2:28 pm

હાઈલાઈટ્સ:

  • તૌકતે બાદ દેશ પર વધુ એક વાવાઝોડું જોખમ
  • બંગાળની ખાડી પાસે સર્જાશે લો પ્રેશર સિસ્ટમ
  • વાવાઝોડાનું નામ 'Cyclone Yaas' જાહેર કર્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 6
ભુવનેશ્વર/અમદાવાદ: તૌકતે વાવાઝોડા બાદ ભારતીય હવામાન વિભાગે વધુ એક વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય તેવી સંભાવના છે. તેના કારણે અહીં 23-24 મે દરમિયાન ભારે વરસાદ થશે. આ અનુસંધાને ભુવનેશ્વર ઈન્ડિયન મેટ્રોલોજિકલ સેન્ટર દ્વારા એક ઈમેજ પણ શેર કરવામાં આવી છે. જેમાં 23 મેના રોજ બંગાળની ખાડી નજીક એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે.
ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ સાઈન્ટિસ્ટ અને હેડ એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, '23 મેના રોજ બંગાળની ખાડી (અંડમાન સમુદ્ર)માં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. અમે આ લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે.' હાલની પરિસ્થિતિએ આ વાવાઝોડું 26 મેના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. આ વાવાઝોડાનું નામ 'Cyclone Yaas' તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે સોશિયલ મીડિયા પર વાવાઝોડા અંગે અફવાઓ હતી કે, 23થી 25 મે દરમિયાન બંગાળ તરફ અમ્ફાન કરતા પણ વધુ એક શક્તિશાળી વાવાઝોડું આવી રહ્યું છે. પરંતુ શહેરના પ્રાદેશિક હવામાન કેન્દ્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આવી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જો કે, હવે એક રિલીઝમાં રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, '23 મી મેની આસપાસ પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને તેના નજીકના વિસ્તારમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે અને આ સિસ્ટમ પર અમે નજીકથી નજર રાખી રહ્યા છીએ.'
એક હવામાન વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર ચક્રવાતની રચના ઘણા વેધર પેરમીટર્સ પર આધારિત છે. લો પ્રેશર એરિયામાં ચક્રવાત સર્જાશે કે કેમ અને એવું થાય તો પણ લેન્ડફોન કયા કરશે તે અંગે હાલ કહેવું મુશ્કેલ છે.
જો કે, હવામાન સાઈટ Windy મુજબ રવિવારે (23 મે) મધરાતે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જે ધીમે-ધીમે વાવાઝોડાનું રૂપ લેશે અને 24-36 કલાક દરમિયાન તે ચક્રવાત બનીને આગળ ઓડિશા તરફ આગળ વધશે અને 26મીએ રાત્રે એક વાગ્યાની આસપાસ ભુવનેશ્વરના દરિયાકાંઠે ત્રાટકશે. ત્યારબાદ 27મીએ બાલાસોર, ખારગપુર, અને જમશેદપુરથી પસાર થતું રાંચી થઈને 28મીએ બિહાર પહોંચશે આ દરમિયાન વાવાઝોડું નબળું પડી જશે.
ગુજરાતમાં તૌકતેની અસરતૌકતે વાવાઝોડાના રાજ્યમાં અત્યાર સુદી 17 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. જેમાં બાગાયતી પાકો જેવા કે ચીકુ, કેરી, કેળા વગેરેને ભારે નુકસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન મોદી દિલ્હીથી ભાવનગર ખાતે પહોંચી આવ્યા છે. આ મુલાકાત બાદ કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો