એપશહેર

બાઈકનો મેમો ફાટ્યો, યુવકે શાકભાજી ખરીદવા બોલાવી એમ્બુલન્સ!

બીમારીનું બહાનું કાઢી એમ્બુલન્સ બોલાવી, અડધે રસ્તે આવી ફોન કર્યો તો યુવકે કહ્યું - શાકભાજી ખરીદવા જવું છે!

I am Gujarat 26 Aug 2020, 10:52 pm
કુંદન પાલ, લલિતપુર: કોરોના વાયરસના વધતા કેસોની વચ્ચે સ્વાસ્થ્ય સેવાઓનો ખૂબ ગંભીરતાથી ઉપયોય કરવામાં આવી રહ્યો છે. પ્રયત્ન કરાઈ રહ્યા છે કે, દરેક જરૂરિયાતમંદ સુધી સમયસર સુવિધાઓ પહોંચે. આમ છતાં લોકો તેને દુરુપયોગ કરવાનું ટાળી રહ્યા નથી. લલિતપુરના એક યુવકે ફોન કરીને 108 એમ્બુલન્સને બોલાવી લીધી
I am Gujarat a man in lalitpur called an ambulance to buy vegetables
બાઈકનો મેમો ફાટ્યો, યુવકે શાકભાજી ખરીદવા બોલાવી એમ્બુલન્સ!


એમ્બુલન્સનો ડ્રાઈવર જ્યારે અડધે રસ્તો પહોંચ્યો ત્યારે તેણે શખસને કૉલ કર્યો અને પૂછ્યું કે, તેને ક્યાં જવાનું છે. આના પર યુવકે કહ્યું કે, તેની બાઈકનું 12 હજાર રૂપિયાનું ચલણ ફાટ્યું છે અને તેને શાકભાજી લેવા માટે બજાર જવું છે, જેના માટે તેણે એમ્બુલન્સ બોલાવી છે. આ દરમિયાન એમ્બુલન્સના EMTએ યુવક સાથેની વાતચીતનો ઑડિયો રેકોર્ડ કરી લીધો હતો.

ફોન પર યુવકે કહ્યું, બીમાર છું

લલિતપુર જિલ્લાના તાલબેહટ પોલીસ સ્ટેશન વિસ્તારના ભદોના ગામના રહેવાસી સુગ્રીવ રાજપૂતે દારૂના નશામાં ધૂત થઈને મંગળવારે રાતે 8 વાગ્યે 108 એમ્બુલન્સને સર્વિસ માટે કન્ટ્રોલ રૂમ પર ફોન કરી દીધી. સુગ્રીવે ફોન પર જાણકારી આપી કે, તે બીમાર છે અને તેને હોસ્પિટલ જવું છે, જેના માટે એમ્બુલન્સ મોકલી આપે.

યુવક બોલ્યો - આ કારણે મંગાવી હતી ગાડી

યુવકને લેવા માટે કન્ટ્રોલ રૂમથી UP-32 EG-138 નંબરની એમ્બુલન્સ રવાના કરવામાં આવી. જ્યારે વાહનના EMT લવકેશ કુમારે એમ્બુલન્સ બોલવનારા યુવકને ફોન લગાવ્યો ત્યારે તેણે કહ્યું કે, તેને હોસ્પિટલ નહીં પણ શાકભાજી લેવા બજાર જવું છે. જ્યારે EMTએ કહ્યું કે, તમે તો બીમાર હોવાની વાત જણાવી હતી ત્યારે સુગ્રીવે જણાવ્યું કે, બાઈક પર જવાથી પોલીસ ચેકિંગમાં ચલણ ફાડે છે. તેની બાઈકનો 12 હજાર રૂપિયાનો મેમો ફાડવામાં આવ્યો હતો. આવામાં તે શાકભાજી લેવા કેવી રીતે જશે એટલે તેણે એમ્બુલન્સ બોલાવી છે.

'બજાર જવા બોલાવે છે એમ્બુલન્સ'

આ વાતચીત પછી એમ્બુલન્સ ચાલક પાછો ફર્યો અને કન્ટ્રોલ રૂમને તમામ જાણકારી આપવામાં આવી. આ દરમિયાન યુવક સાથે થયેલી વાતચીતનો ઑડિયો EMTએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. બીજી તરફ 108 એમ્બુલન્સ સેવાને સુપરવાઈઝ કરી રહેલા મેનેજર દીપેન્દ્ર સિંહે જણાવ્યું કે, 'જે યુવકે એમ્બુલન્સ બોલાવી હતી તે દારૂના નશામાં ધૂત હતો. તેના વિરુદ્ધ કાર્યવાહી માટે અધિકારીઓને પત્ર લખવામાં આવી રહ્યો છે.' તેમણે જણાવ્યું કે, લલિતપુરમાં અવારનવાર કેટલાક લોકો બજાર જવા માટે જૂઠ્ઠુ બોલીને એમ્બુલન્સ બોલાવી લે છે. આ લોકોને ધ્યાનમાં લેવાઈ રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો