એપશહેર

ગ્રાહકે ઓનલાઈન મગાવી અડધો કિલો ચાંદી, જ્યારે પાર્સલ જોયું તો પગ તળેથી સરકી જમીન

65000ની ચાંદી અડધા ભાવે મળતી હતી તો લાલચમાં છેતરાઈ ગયો ગ્રાહક

I am Gujarat 17 Jan 2021, 7:17 pm
નવી દિલ્હીઃ ઓનલાઈન શોપિંગમાં ફ્રોડ થવાની ઘટનાઓ તો તમે ઘણી જ સાંભળી હશે. ક્યારેક મોબાઈલની જગ્યાએ પથ્થર, સાબુ જેવી વસ્તુઓ આવી જાય છે તો ક્યારેક ખાલી પેકેટ પણ આવી જાય છે. જોકે, આ વખતે ઘટના અલગ છે. એક વ્યક્તિએ એમેઝોનમાંથી અડધો ડઝન ચાંદી મગાવી હતી અને બદલામાં તેને શનિવારે અડધો કિલો ઘઉંનું પેકેટ મળ્યું હતું. પેકેટને સ્પર્શ કરતાં જ ગ્રાહકના પગ તળેથી જમીન સરકવા લાગી હતી. તેને સ્પર્શ કરતા જ લાગ્યું કે આ પેકેટમાં ચાંદી નથી અને પેકેટની બહાર ઘઉંના કેટલાક દાણા પણ પડેલા હતાં. ગ્રાહકના જણાવ્યાનુસાર આ બધું ડિલિવરી બોયની સામે જ થયું હતું.
I am Gujarat a person ordered half kilo silver from amazon but allegedly half kilo wheat gets delivered
ગ્રાહકે ઓનલાઈન મગાવી અડધો કિલો ચાંદી, જ્યારે પાર્સલ જોયું તો પગ તળેથી સરકી જમીન


આ ઘટના યુપીના પ્રતાપગઢની છે. વિશ્વનાથ શર્મા નામના આ વ્યક્તિએ એમેઝોન પર સસ્તી કિંમતે ચાંદી વેચાતી જોઈને નફો કમાવાના હેતુથી ચાંદીની અડધો કિલો ઈંટ મગાવી હતી. ગ્રાહકે અડધો કિલો ચાંદી માટે 30 હજાર રુપિયા ચૂકવ્યા હતાં. જ્યારે તે સમયે બજારમાં ચાંદીની કિંમત 65 હજાર રુપિયા નજીક હતી એટલે કે ગ્રાહકને આશરે 35000 રુપિયાનો નફો થતો હતો. જોકે, એમેઝોન તરફથી મોકલાયેલા સામાનમાં કથિત રીતે ઘઉં હતાં.

ગ્રાહકે આ વિશે એમેઝોનને ફોન કરીને ફરિયાદ કરી હતી. આ સાથે જ લેખિતમાં એક ફરિયાદ પણ ડિલિવરી બોયને આપી હતી. તે ફરિયાદની કોપી પણ નીચે જોડવામાં આવી છે. જેમાં તમે સ્પષ્ટ વાંચી શકો છો કે ગ્રાહકે ફરિયાદમાં એમેઝોનને તેના રુપિયા પરત આપવા માટે પણ કહ્યું છે. કેટલાક રુપિયા પણ તેના ખાતામાં ફરી ટ્રાન્સફર થયાં છે.

ગ્રાહકે કરી ફરિયાદ


ગ્રાહકે આપી ચોંકાવનારી જાણકારી, ઉભા થયા સવાલ
જ્યારે વિશ્વનાથ શર્મા સાથે વાત કરવામાં આવી તો તેમણે એક ચોંકાવનારી જાણકારી આપી હતી. વિશ્વનાથ શર્મા અનુસાર તેમના ખાતામાં 14 જાન્યુઆરીના રોજ રિફંડના 22,660 રુપિયા પરત કરવામાં આવ્યા હતાં. જોકે, હવે સવાલ એ થાય છે કે જ્યારે ચૂકવણી 30,000ની કરવામાં આવી હતી તો પછી આટલી રકમ કઈ રીતે પરત મળી. બીજું કન્ફ્યૂઝન એ છે કે સામાનની ડિલિવરી પહેલા જ કંપનીને એ કેવી રીતે ખબર પડી કે ગ્રાહકને તેના રુપિયા રિફંડ કરવાના છે. હવે એ વાતની પણ શંકા છે કે એમેઝોનમાં લિસ્ટિંગ થઈને ચાંદી વેચી રહેલો આ સેલર કોઈ છેતરપિંડી તો નથી આચરી રહ્યો ને.?

ઓનલાઈન શોપિંગ સમયે આ બાબતોનું રાખો ધ્યાન
એમેઝોન જેવી દિગ્ગજ વેબસાઈટ કોઈ સાથે પણ ફ્રોડ નહીં કરે, પરંતુ તેના પર લિસ્ટેડ સેલર સાથે આ વાત હંમેશા લાગુ પડે તેવું પણ નથી હોતું. ઓનલાઈન શોપિંગ દ્વારા કોઈપણ સામાન મગાવો તો તેને ખોલવા સાથેની સમગ્ર પ્રક્રિયા વિડીયોમાં ઉતારી લો. વિડીયો રેકોર્ડિંગ હશે તો તમારી પાસે પૂરતી સાબિતી હશે કે તમારી સાથે ફ્રોડ થયો છે અને કંપની તમારા રુપિયા રિફંડ કરી આપશે. વિશ્વનાથ શર્માના કેસમાં તો કંપની વિડીયો વગર જ માની ગઈ છે, પરંતુ દર વખતે જરુરી નથી કે તમારી વાત કંપની વિડીયો સબૂત વગર માની લે.

Read Next Story