એપશહેર

પેન્શન માટે તૂટેલી ખુરશીના સહારે ખુલ્લા પગે બેંક પહોંચ્યા વૃદ્ધ મહિલા, જુઓ Video

ઓડિશાના એક જિલ્લામાં 70 વર્ષીય મહિલા (Surya Harijan) વૃદ્ધાવસ્થા પેન્શન મેળવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. સરકાર દ્વારા આપવામાં આવેલ પેન્શન લેવા માટે તેઓ તૂટેલી ખુરશી સાથે રસ્તા પર ખુલ્લા પગે ચાલતા જોવા મળ્યા છે. એક અહેવાલ અનુસાર જિલ્લાના ઝરીગાંવ બ્લોકના ગામના આ મહિલાની ઓળખ સૂર્યા તરીકે થઈ છે.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 21 Apr 2023, 8:27 pm

હાઈલાઈટ્સ:

  • આ 70 વર્ષની મહિલાનું નામ સૂર્યા છે. તેઓ ઓડિશાના ઝરીગાંવ સ્થિત SBI શાખામાંથી પેન્શન ઉપાડવા જઈ રહ્યા હતા.
  • તડકામાં તૂટેલી ખુરશીનો સહારો લઈને ધીરે ધીરે ચાલતા તેઓ બાંકડે પહોંચ્યા હતા.
  • તેમનો વીડિયો વાયરલ થયા બાદ બેંક મેનેજરનું નિવેદન સામે આવ્યું છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat A senior citizen Surya
70 વર્ષીય મહિલા
આજે એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તડકામાં ખુરશીની મદદથી ખુલ્લા પગે ચાલતા જતાં જોવા મળી રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓ પેન્શન લેવા માટે બેંકમાં જઈ રહ્યા હતા. આ અંગે બેંક મેનેજરે જણાવ્યું હતું કે આંગળીઓમાં (ફિંગર પ્રિન્ટ) સમસ્યાના કારણે આ મહિલાને પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડી રહી છે. બેંક ટૂંક સમયમાં જ તેમની સમસ્યાનો ઉકેલ લાવશે. પરંતુ, આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ ભડક્યા છે અને બેંકની ટીકા કરવા લાગ્યા છે. કારણકે, કાળઝાળ ગરમીમાં વૃદ્ધ મહિલાને બેંકમાં બોલાવવાનું લોકોને ગમ્યું નહીં. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ ઘટનાથી નારાજ જોવા મળ્યા. તેમણે SBIને ટેગ કરીને એક ટ્વિટ કરી છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, આ 70 વર્ષની મહિલાનું નામ સૂર્યા છે. તેઓ ઓડિશાના ઝરીગાંવ સ્થિત SBI શાખામાંથી પેન્શન ઉપાડવા જઈ રહ્યા હતા. તડકામાં તૂટેલી ખુરશીનો સહારો લઈને ધીરે ધીરે ચાલતા તેઓ બાંકડે પહોંચ્યા હતા. તેમનો વીડિયો વાયરલ થયા બાદ બેંક મેનેજરનું નિવેદન સામે આવ્યું છે. SBI ઝરીગાંવ શાખાના મેનેજરે કહ્યું- તેમની (મહિલા) આંગળીઓ તૂટી ગઈ છે, તેથી તેમને પૈસા ઉપાડવામાં મુશ્કેલી નડી રહી છે. અમે ટૂંક સમયમાં આ સમસ્યા ઉકેલીશું.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલ સીતારમણે આ વીડિયોને લઈને SBIને પ્રશ્ન પૂછ્યો છે. એસબીઆઈને ટેગ કરીને તેમણે લખ્યું- આને ધ્યાનમાં લો અને માનવતાવાદી કાર્ય કરો. શું ત્યાં કોઈ બેંક મિત્ર નથી?
નાણામંત્રીના આ ટ્વિટ પર SBIની પ્રતિક્રિયા આવી છે. SBIએ લખ્યું- 'મૅમ, અમે આ વીડિયો જોઈને એટલા જ દુ:ખી છીએ. વીડિયોમાં સૂર્યા તેમના ગામમાં સ્થિત CSP પોઈન્ટ પરથી દર મહિને પોતાનું વૃદ્ધાવસ્થા પેન્શન ઉપાડી લેતા હતા. તેમની વધારે ઉંમરને કારણે સીએસપી પોઈન્ટ પર તેમની આંગળીઓની પ્રિન્ટ મેચ થતી ન હતી. તે તેમના સંબંધી સાથે અમારી ઝરીગાંવ બ્રાન્ચમાં ગયા હતા. અમારા બ્રાન્ચ મેનેજરે તરત જ તેમના એકાઉન્ટને મેન્યુઅલી ડેબિટ કરીને રકમ ચૂકવી દીધી. અમારા મેનેજરે એ પણ માહિતી આપી છે કે તેમનું પેન્શન આવતા મહિનાથી તેમના ઘરે પહોંચાડવામાં આવશે. અમે મહિલાને વ્હીલચેર આપવાનું પણ નક્કી કર્યું છે.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story