એપશહેર

બહેનને સાસરે મૂકવા જવું યુવકને ભારે પડ્યું, ગામના લોકોએ બળજબરીથી કરાવ્યા લગ્ન

બિહારનો રહેવાસી એવો આ યુવક તેની બહેનને સાસરે મૂકવા માટે ગયો હતો. જ્યાં તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હોવાની ઘટના બની છે.

I am Gujarat 30 Jan 2022, 9:34 pm

હાઈલાઈટ્સ:

  • આ યુવકને બળજબરીથી પાઘડી પહેરાવાય છે કે જેનો આ યુવક ભારે વિરોધ કરે છે.
  • આ યુવકનું નામ વિનોદ કુમાર હોવાનું જાણવા મળ્યું છે કે જે વારંવાર લગ્ન માટે ના પાડી રહ્યો છે.
  • ઘટનાસ્થળે હાજર લોકો આ યુવકની વાત માનતા નથી. તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા હતા.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat q8
પ્રતીકાત્મક તસવીર
પટના, બિહાર: આ ઘટના બિહારની છે કે જ્યાં એક યુવકની ઈચ્છા વિરુદ્ધ તેના લગ્ન કરાવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના લોકો આ યુવકને બળજબરીથી પકડીને એક મંદિરમાં લઈ ગયા કે જ્યાં એક યુવતી સાથે તેના લગ્ન કરાવી દીધા. યુવતીના પરિવારજનો તે યુવકની ઈચ્છા વિરુદ્ધ તેને મંદિરમાં લઈ ગયા અને ત્યાં એક યુવતી સાથે લગ્ન કરાવી દીધા.
આ ઘટના સંબંધિત મળતી માહિતી મુજબ, બિહારનો રહેવાસી એવો આ યુવક તેની બહેનને સાસરે મૂકવા માટે ગયો હતો. જ્યાં તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હોવાની ઘટના બની છે. આ ઘટનાના વાયરલ વિડીયોમાં જોવા મળ્યું કે આ યુવકને બળજબરીથી પાઘડી પહેરાવાય છે કે જેનો આ યુવક ભારે વિરોધ કરે છે. આ યુવકનું નામ વિનોદ કુમાર હોવાનું જાણવા મળ્યું છે કે જે વારંવાર લગ્ન માટે ના પાડી રહ્યો છે. પણ, ઘટનાસ્થળે હાજર લોકો આ યુવકની વાત માનતા નથી. એવું પણ જાણવા મળ્યું છે કે આ યુવકના બનેવી તેમજ અન્ય ગ્રામજનોએ તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા હતા.
NoeCov: માણસો માટે ખતરો નથી વાયરસ, ટેન્શન વચ્ચે શું કહે છે ભારતના એક્સપર્ટ?
બિહારમાં આ ઘટના 'પકડીને કરાવેલા વિવાહ' તરીકે ચર્ચામાં છે. લોકોના દબાણથી પરેશાન આ યુવક વારંવાર એવું કહી રહ્યો હતો કે તેના પર માતા-પિતાની પણ જવાબદારી છે. યુવકે કહ્યું કે હું મારી મરજીથી આ લગ્ન નહીં કરું. તેમ છતાં આ યુવક સાથે બળજબરી કરીને એક મંદિરમાં યુવતી સાથે તેના લગ્ન કરાવી દીધા. જે લોકો આ યુવકના બળજબરીપૂર્વક લગ્ન કરાવાની જીદ પર હતા તેઓ આ યુવકને પકડીને એક મંદિરમાં લઈ ગયા અને ત્યાં એક યુવતી સાથે લગ્ન કરાવી દીધા. આ યુવકે બળજબરીપૂર્વકના આ લગ્નનો વિરોધ કર્યો પણ તેનું કશું ચાલ્યું નહીં.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ યુવતી પહેલા કોઈ અન્ય યુવકને પસંદ કરતી હતી કે જે અંગેની જાણકારી તેના પરિવારજનોને મળી ગઈ હતી. આખરે તે યુવકના બળજબરીપૂર્વક આ યુવતી સાથે લગ્ન કરાવી દીધા.

Read Next Story