એપશહેર

મોડી રાત્રે કોર્ટમાં અર્ણબ ગોસ્વામીને રજૂ કરાયો, 18 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં

અર્ણબે પણ જામીન અરજી દાખલ કરી હતી જેની સામે કોર્ટે તપાસ અધિકારીને જવાબ દાખલ કરવા માટે કહ્યું

I am Gujarat 5 Nov 2020, 7:56 am
અલીબાગઃ એક ઈન્ટીરિયર ડિઝાઈનરને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અલીબાગની એક કોર્ટે અર્નબને 18 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. કોર્ટે મોડી રાત્રે સુનાવણી કરીને જેમાં આ આદેશ આપ્યો છે.
I am Gujarat abetment to suicide case republic tv editor in chief arnab goswami in judicial custody for 14 days
મોડી રાત્રે કોર્ટમાં અર્ણબ ગોસ્વામીને રજૂ કરાયો, 18 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં


બીજી તરફ અર્ણબે પણ જામીન અરજી દાખલ કરી હતી જેની સામે કોર્ટે તપાસ અધિકારીને જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. અર્ણબના વકીલ ગૌરવ પારકરે કહ્યું કે અલીબાગની એક કોર્ટમાં પોલીસે ગોસ્વામીને 14 દિવસની કસ્ટડી માટે કહ્યું હતું. અર્ણબ સાથે આ કેસમાં સહ આરોપી ફિરોઝ શેખ અને નીતેશ શારદાને પણ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.

રાયગઢ પોલીસની ટીમે અર્ણબની બુધવારે સવારે તેના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. અર્ણબ ગોસ્વામીએ પોલીસે તેની સાથે ઝપાઝપી કરી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસે આઈપીસીની કલમ 306 (આત્મહત્યા માટે દુષ્પ્રેરણા) અને 34 હેઠળ અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. અર્ણબના વકીલે પણ પોલીસ દ્વારા હાથ ઉપાડવામાં આવ્યો હોવાના આરોપ લગાવ્યા.

અર્ણબ પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો કેસ

પારકરે કહ્યું કે કોર્ટે મારામારીના આરોપોને ધ્યાનમાં રાખીને પોલીસને મેડિકલ તપાસ માટે ગોસ્વામીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું છે. મેડિકલ બાદ ગોસ્વામીને ફરી સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવશે. પોલીસે જણાવ્યું કે ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાયક અને તેમના માતાએ રિપબ્લિક ટીવી દ્વારા કથિત ચુકવણી ના કરવા બદલ 2018માં ધરપકડ કરી હતી. આ વર્ષે મેમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે તેમણે અન્વયની દીકરી આજ્ઞા નાયકની ફરિયાદ પછી આ મામલે ફરી તપાસના આદેશ આપ્યા છે.

શું છે કેસની વિગતો?

અન્વય નાયક અને તેમના માતા અલીબાગના કાવીર ગામમાં આવેતા તેમના ફાર્મહાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને તેમની પાસેથી ઈંગ્લિશમાં લખેલી સ્યૂઈસાઈડ નોટ મળી હતી. જેમાં ત્રણ કંપનીઓ પાસેથી લેવાના નીકળતા રુપિયા પરત ના મળતા તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

મૃતકની પત્ની અક્ષતાએ એજીઆર આઉટલેયરના અર્ણબ ગોસ્વામીએ બોમ્બે ડાઈંગ સ્ટૂડિયો પ્રોજેક્ટના 83 લાખ રુપિયા નહોતા ચૂકવ્યા. સ્કીમીડિયાના ફિરોઝ શેખ અને સ્માર્ટ વર્કના નિતેશ સારદાએ પણ કુલ 4.55 કરોડ રુપિયા નહોતા ચૂકવ્યા. અક્ષતાએ અર્ણબ સામે અન્વયને આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફિરોઝ અને સારદાના નામ પણ હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો