એપશહેર

'આખા દેશને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર', હવે આચાર્ય બાલકૃષ્ણની ટ્વીટે ઊભો કર્યો વિવાદ

બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ બાબા રામદેવનો પક્ષ રજૂ કરતા સમગ્ર પ્રકરણને ખ્રિસ્તી ધર્માંતરણ સાથે જોડી મોટો વિવાદ ઊભો કરી દીધો છે. તેમણે કહ્યું કે, યોગ અને આયુર્વેદને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

Agencies 25 May 2021, 10:28 pm

હાઈલાઈટ્સ:

  • બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે એલોપથી અને આયુર્વેદને લઈને ઉગ્ર વિવાદ થયો છે.
  • આ વિવાદમાં કૂદતા આચાર્ય બાલકૃષ્ણએ તેને સમગ્ર દેશને ખ્રિસ્તી ધર્મમાં ફેરવવાનું ષડયંત્ર જણાવી દીધું.
  • બાલકૃષ્ણએ કહ્યું કે, રામદેવને ટાર્ગેટ કરી યોગ અને આયુર્વેદને બદનામ કરવામાં આવી રહ્યા છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Acharya Balkrishnan
હરિદ્વાર: યોગગુરુ રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએએમ)ની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આચાર્ય બાલકૃષ્ણએ નવો વળાંક લાવી દીધો છે. તેમણે એક ટ્વીટ કરી આ સમગ્ર મામલાને ધર્માંતરણ સાથે જોડીને વિવાદ ઊભો કરી દીધો છે. મંગળવારે બાલકૃષ્ણએ ટ્વીટ કરી લખ્યું કે, સમગ્ર દેશને ખ્રિસ્તી ધર્મમાં ફેરવવાના ષડયંત્ર અંતર્ગત બાબા રામદેવને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને યોગ તથા આયુર્વેદને બદનામ કરવામાં આવી રહ્યા છે.
તે પછી મંગળવારે બાલકૃષ્ણએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, બાબા રામદેવ કોઈ મજાક નહોંતા ઉડાવી રહ્યા, પરંતુ તેઓ માત્ર મોડર્ન મેડિસિન લેવા છતાં ડોક્ટરોના મોત પર દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, જેટલા પણ વૈજ્ઞાનિક છે, તેમનું પતંજલિમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે, અમારી પાસે લાખો દર્દીઓનો ડેટા છે, જે કોરોનિલ લઈને સાજા થયા છે. જોકે, ટ્વીટવાળા મામલે તેમણે કોઈ પ્રતિક્રિયા ન આપી.


એલોપેથીને 'મૂર્ખતાભર્યું વિજ્ઞાન' કહી બાબા રામદેવે ઊભો કર્યો વિવાદ, મુશ્કેલીમાં મૂકાયા
જોકે, બાલકૃષ્ણની ટ્વીટ પર હોબાળો મચી ગયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ગરિમા મેહરા દસૌનીએ આચાર્ય બાલકૃષ્ણની ભારતીય નાગરિકતા પર જ સવાલ ઉઠાવી દીધો અને તેમન ભારતના અંગત મામલામાં હસ્તક્ષેપ ન કરવાની સલાહ આપી દીધી. તે ઉપરાંત ગરિમાએ કહ્યું કે, જે રીતે આચાર્ય બાલકૃષ્ણએ આ મામલાના સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો છે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે, પતંજલિ અને આચાર્ય બાલકૃષ્ણએ માનસિક દેવાળું ફૂક્યું છે.
તો પછી એલોપેથીના ડોક્ટરો બીમાર કેમ થાય છે? રામદેવે IMAને પૂછ્યા 25 સવાલો
તો, ઉત્તરાખંડ આઈએમએના પ્રદેશ સચિવ ડો. અમિત ખન્ના સાથે જ્યારે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, બાબા રામદેવની કોરોનિલ વેચાઈ નથી રહી, એ કારણે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ આ પ્રકારના ધડ માથા વિનાના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ મહામારીના સમયે આવા સ્ટેટમેન્ટ આપી બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે મહામારી એક્ટ અંતર્ગત કેસ નોંધવો જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો