એપશહેર

કોરોનાના એક્ટિવ કેસમાં સતત ઘટાડો થતા 199 દિવસના તળિયે પહોંચ્યા

ભારતમાં નોંધાતા કુલ કેસમાંથી અડધાથી વધુ કેસ તો માત્ર કેરળમાં જ નોંધાય છે

I am Gujarat 3 Oct 2021, 10:18 am
અમદાવાદઃ ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થતા એક્ટિવ કેસ ઘટીને 2.70 લાખ પર પહોંચી ગયા છે. જે 199 દિવસનો સૌથી નીચો આંકડો છે. કોરોનાના નવા કેસમાં ઘટાડો થવાનું કારણ કેરળના કેસ છે. હજુ પણ દેશના અન્ય રાજ્યમાં નોંધાતા કુલ કેસના અડધાથી વધુ કેસ માત્ર કેરળમાં નોંધાયા છે.
I am Gujarat active cases at 199 days lowest in india
કોરોનાના એક્ટિવ કેસમાં સતત ઘટાડો થતા 199 દિવસના તળિયે પહોંચ્યા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા કોરોનાના નવા આંકડા પ્રમાણે 24 કલાકમાં દેશમાં વધુ 22,842 કેસ નોંધાયા છે જ્યારે 244 દર્દીઓના મોત થઈ ગયા છે.

24 કલાકમાં કેરળમાં 22,842માંથી 13,217 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 121 દર્દીઓના રાજ્યમાં મોત થયા છે.

ભારતમાં એક્ટિવ કેસનો આંકડો ઘટી જતા 199 દિવસના તળિયે પહોંચ્યા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 2,70,557 પર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં વધુ 25,930 દર્દીઓ સજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,30,94,529 પર પહોંચી ગઈ છે.

16 જાન્યુઆરીએ દેશમાં રસીકરણ અભિયાન શરુ થયું હતું, જેમાં 2 ઓક્ટોબર સુધીમાં કુલ 90,51,75,348 ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતમાં ક્યારે કેટલા વધ્યા કોરોનાના કેસ

ભારતમાં કોરોના વાયરસના 20 લાખ કેસ 7 ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ પર પહોંચી ગયા હતા. આ પછી 60 લાખ પહોંચતા 28 સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો હતો. આ પછી 19 એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો 1.50 કરોડને પાર થયો હતો. 4 મેના કેસ સાથે આ આંકડો 2 કરોડને પાર કરી ગયો છે. 18મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2.5 કરોડને પાર થઈ ગઈ હતી. 23 મેના નવા કેસ સાથે કુલ કેસ 3 કરોડને પાર થઈ ગયા છે. 26 ઓગસ્ટના રોજ નોંધાયેલા કેસનો આંકડો 3.25 કરોડને પાર થઈ ગયો છે. 7 સપ્ટેમ્બના રોજ ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3.30 કરોડને પાર કરીને 3,30,58,843 થઈ ગઈ છે.

(એજન્સી ઈનપુટ્સ સાથે)

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો