એપશહેર

આગ્રામાં સ્કોર્પિયો-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 8 લોકોના કમકમાટીભર્યા મોત

આગ્રા હાઈવે પર દર્દનાક અકસ્માત, સ્કોર્પિયો કાર કન્ટેનર સાથે ધડાકાભેરઅથડાતા 8નાં ઘટનાસ્થળે જ મોત, ચાર ગંભીર

I am Gujarat 11 Mar 2021, 9:31 am

હાઈલાઈટ્સ:

  • આગ્રાના એત્માદપુરમાં કન્ટેનર-સ્કોર્પિયો વચ્ચે ટક્કર
  • 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં, ચાર ગંભીર
  • મુસાફરો ઝારખંડના રહેવાસી, પોલીસે કરી ઓળખ
  • અકસ્માત બાદ કન્ટેનરનો ડ્રાઈવર અને ક્લીનર ફરાર
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 5
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રામાં વહેલી સવારે એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં આઠ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પર રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલી કાર ઝારખંડની હોવાનું જાણવા મળી રહ્યું છે.
બેકાબૂ સ્કોર્પિયો ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ
આ ઘટના આગ્રાના હાઇવે પર બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇતમદપુર તરફથી આવતી એક સ્કોર્પિયો કાર અચાનક બેકાબૂ થઈ ગઈ અને ડિવાઇડર તોડીને રોંગ સાઈડ પર જતી રહી, તે દરમિયાન એક કન્ટેનર રામબાગ તરફથી આવી રહ્યો હતો. સ્કોર્પિયો તે ટ્રક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
લગભગ એક કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા
બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાની સાથે જ જોરજોરથી અવાજ અને ચીસો સંભળાઈ, જેથી નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચીને રાહતની કામગીરી શરૂ કરી હતી તેમજ પોલીસ અને એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી. બનાવની જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તો તેમજ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે, લોકો કારમાં એટલી ખરાબ રીતે ફસાઈ ગયા હતા કે, તેમને બહાર કાઢવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી.
મૃતકો-ઈજાગ્રસ્તોની થઈ રહી છે ઓળખ
પોલીસે જણાવ્યું કે સ્કોર્પિયોમાં ડ્રાઇવર સહિત 12 મુસાફરો હતા. આઠ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. અન્ય ચાર લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની સારવાર એન.એસ. મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. સ્કોર્પિયો કારનો નંબર JH-13-D- 5029 છે અને ઝારખંડ પાસિંગની છે. પોલીસે જણાવ્યું કે, કારના નંબરના આધારે મુસાફરોની ઓળખ કરવામાં આવી રહી છે.

Read Next Story