એપશહેર

એરફોર્સ ડે: અભિનંદને ઉડાવ્યું મિગ-21, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું એરબેઝ

Tejas Jinger | I am Gujarat 8 Oct 2019, 1:32 pm
નવી દિલ્હીઃ પાકિસ્તાનનું શક્તિશાળી ફાઈટર પ્લેન F-16 તોડી પાડ્યા પછી નેશનલ હીરો બની ગયેલા અભિનંદન વર્તમાને એરફોર્સ ડે પર હિંડન એરબેસ પરથી મિગ-21 બાઈસન દ્વારા ફ્લાય પાસ્ટ કર્યું ત્યારે એરબેસ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું.અરફોર્સ ડે પર આજે અભિનંદન સાથે 3 મિગ-21 વિમાને ટેકઓફ કર્યું હતું. તેનું નેતૃત્વ વીર ચક્ર વિજેતા અભિનંદન કરી રહ્યા હતા. જેવી અભિનંદના ફ્લાય પાસ્ટની જાહેરાત થઈ આખું એરબેસ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જણાવી દઈએ કે બાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાને ભારતીય એરસ્પેસનું ઉલ્લંઘન કરવાની કોશિશ કરી હતી, આ દરમિયાન પાકિસ્તાનનું F-16 ખદેડવા ગયેલા અભિનંદને વિમાન તોડી પાડ્યું હતું. આ પછી આખી દુનિયામાં અભિનંદનની વીરતાની પ્રશંસા થઈ હતી. F-16 સામે મિગ-21 બાઈસેન ઘણું જૂનું વિમાન મનાય છે. આ દરમિયાન અભિનંદનનું વિમાન પણ ક્રેશ થયું હતું અને તેમને પાકિસ્તાનની સેનાએ પકડી લીધા હતા. આ પછી ભારતના દબાણ પછી તેમને મુક્ત કરાયા હતા.આ કાર્યક્રમમાં મિગ વિમાન સિવાય તેજસ, સારંગ હેલિકોપ્ટર, સુખોઈ અને ગ્લોબમાસ્ટર જેવા ઘાતક વિમાનોએ હવામાં કરતબ કર્યા હતા. કાર્યક્રમની શરુઆત પહેલા એરફોર્સના ચીફ રાકેશ ભદૌરિયાએ પોતાના સંબોધનમાં શહીદ જવાનોને યાદ કર્યા હતા, આ સાથે એરફોર્સ દ્વારા હાંસલ કરાયેલી અલગ-અલગ ઉપલબ્ધિઓ અંગે પણ વાત કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો