એપશહેર

'ઓપરેશન કોવિડ વેક્સીન' માટે એરલાઈન્સ તૈયાર, ભારતમાં એરપોર્ટ્સ પર પણ તૈયારીઓ શરૂ

I am Gujarat 20 Nov 2020, 10:05 am
સૌરભ સિંહા, નવી દિલ્હીઃ કોરોના વાયરસ વેક્સીનની ઉપલબ્ધતા હજુ સુનિશ્ચિત થઈ નથી, પરંતુ તેને સમગ્ર ભારતમાં પહોંચાડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય એરલાઈન્સ અને એરપોર્ટ્સે આ કામનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. તે કોલ્ડ ચેન સ્ટોરેજ સેટઅપ કરી રહ્યા છે, જેથી શરૂઆતમાં કોરોડો વેક્સીનને પહોંચાડી શકાય. એરપોર્ટ્સ પર એર કાર્ગો યુનિટ્સ તહેનાત કરાયા છે. દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટને ઓપરેટ કરવાનારા જીએમઆર ગ્રુપે બંને જગ્યાઓ પર કૂલ ચેમ્બર્સ લગાવ્યા છે. ઘણા અન્ય એરપોર્ટ્સ અને એરલાઈન્સ પણ વેક્સીન ટ્રાન્સપોર્ટેશનની તૈયારી કરી રહી છે.
I am Gujarat plan 1


જીએમઆર ગ્રુપ પાસે ખાસ પ્રકારનું ટાઈમ એન્ડ ટેમ્પ્રેચર સેન્સિટિવ ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ છે. તેના કૂલ ચેમ્બર્સ +25 ડિગ્રી સેલ્સિયસથી લઈને -20 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનને મેઈન્ટેન રાખી શકે છે. જ્યારે સ્પાઈસજેટના કાર્ગો એકમ, સ્પાઈસએક્સપ્રેસએ ગ્લોબલ કોલ્ડ ચેન સોલ્યુશન પ્રોવાઈડર્સ સાથે ટાઈઅપ કર્યું છે, જેથી નિયંત્રિત તાપમાન વચ્ચે વેક્સીનને ટ્રાન્સપોર્ટ કરી શકાય. ભારતના એવિએશન સેક્ટર માટે આ એર કાર્ગો સૌથી માટી કવાયત સાબિત થઈ શકે છે.

દિલ્હી એરપોર્ટ પર શું છે વ્યવસ્થા?
દિલ્હી એરપોર્ટના બે કાર્ગો ટર્મિનલ્સ પર દોઢ લાખ સુધી માલ આવી શકે છે. અહીં પર ટેમ્પ્રેચર કન્ટ્રોલ્ડ ઝોન છે જેમાં અલગ-અલગ કૂલ ચેમ્બર્સ છે. એરસાઈડમાં કૂલ ડોલી છે જેમાં ટર્મિનલ અને એરક્રાફ્ટ વચ્ચે કોલ્ડ ચેન નહીં તૂટે. ટર્મિનલ પર વાહનોને આવવા-જવા માટે ખાસ ગેટ્સ છે. એરસાઈટમાં એક 'ટ્રાન્સશિપમેન્ટ એક્સીલન્સ સેન્ટર' છે જે વેક્સીનને ઝડપથી નિયત જગ્યાએ પહોંચાડવામાં મદદ કરશે.

હૈદરાબાદ એરપોર્ટ પર શું છે વ્યવસ્થા?
હૈદરાબાદ એરપોર્ટના એક પ્રવક્તાએ કહ્યું કે, 'જીએમઆર હૈદરાબાદ એર કાર્ગો દેશના વેક્સીન પ્રોડક્શન સેન્ટરમાં સ્થિત છે.' તેમણે કહ્યું કે, GHAC પાસે દેશનું પહેલું ફાર્મા ઝોન છે, જેમાં સર્ટિફાઈડ ટેમ્પ્રેચર કન્ટ્રોલ્ડ ફેસિલિટી છે જે ટેમ્પ્રેચર સેન્સિટિવ કાર્ગોને હેન્ડલ કરે છે. ટર્મિનલમાં -20 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી સુધી તાપમાન મેઈન્ટેન કરી શકાય છે. પાર્કિંગ સ્ટેન્ડ્સ ટર્મિનલથી માત્ર 50 મીટર દૂર છે એટલે વેક્સીનની એક્સપોઝર ટાઈમિંગ ઓછી હશે. આ ઉપરાંત મોબાઈલ રેફ્રીઝરેશન યુનિટ માટે નવી કૂલ ડોલી પણ લોન્ચ કરાઈ છે.

રિયલ ટાઈમ ટેમ્પ્રેચર મોનિટરિંગની વ્યવસ્થાGHACનો દાવો છે કે તેમની પાસે ભારતમાં કૂલ કન્ટેનર્સની સૌથી મોટી સ્ટોરેજ ફેસિલિટી છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, અમે તેમાં વધારો કરી રહ્યા છીએ. જ્યારે સ્પાઈસજેટના એક અધિકારીએ કહ્યું કે, 'સ્પાઈસએક્સપ્રેસ -25 ડિગ્રીથી -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર કાર્ગો શિપ કરી શકે છે. કાર્ગોની જરૂરિયાતના હિસાબથી કન્ટેનર્સને થર્મલ બ્લેકેટ્સથી વધુ પ્રોટેક્શન આપી શકાય છે. ચિલર્સ સાથે ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ છે જ્યાં જેલ પેકને રિપ્લેસ કરી શકાય છે અને રિયલ ટાઈમ ટેમ્પ્રેચર મોનિટરિંગ થાય છે.' તેમણે કહ્યું કે, વેરહાઉસથી લઈને એરક્રાફ્ટ હોલ્ડ એરિયા સુધી કાર્ગો સંપૂર્ણ રીતે ટેમ્પ્રેચર કન્ટ્રોલ્ડ રહે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો