એપશહેર

લાપતા વિમાન AN-32 વિમાન વિશે બોલ્યા સંરક્ષણ પ્રધાન, મળી રહ્યા છે ખરાબ સંકેત

I am Gujarat 26 Jul 2016, 4:24 pm
નવી દિલ્હીઃ ઇન્ડિયન એર ફોર્સના 29 જવાનો સાથે લાપતા થયેલા AN-32 વિમાનની શોધખોળ કરી રહેલી રેસ્ક્યુ ટીમને બંગાળની ખાડીમાંથી ઓરેન્જ કલરનાં બે ડ્રમ તરતાં દેખાયાં છે. નેવીએ આ વિસ્તાર તરફ તેનાં જહાજ રવાના કર્યાં છે. જોકે દરિયામાં તરતી દેખાયેલી આ વસ્તુઓનો લાપતા વિમાન સાથે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. શોધ અને બચાવ કાર્ય અભિયાન મંગળવારે પાંચમા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું હતું અને જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે, તે જોતાં વિમાનમાં સવાર 29 જવાનો જીવિત મળવાની આશા ધૂંધળી થતી જઈ રહી છે.
I am Gujarat all leads on missing an 32 have turned out to be bad manohar parrikar
લાપતા વિમાન AN-32 વિમાન વિશે બોલ્યા સંરક્ષણ પ્રધાન, મળી રહ્યા છે ખરાબ સંકેત


સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરે મંગળવારે કહ્યું હતું કે, વિમાનની શોધખોળમાં ઘણા સ્ત્રોતો કામે લાગ્યા છે. અત્યાર સુધી જે પુરાવા મળ્યા છે તે અનહોની તરફ ઇશારો કરી રહ્યા છે. અમે કોઈ બાજુએથી આવતા અવાજ અને મળી આવેલી કેટલીક કડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ, જેના વિશે જાણવું વધુ આવશ્યક છે, પરંતુ તમામ પુરાવા ગેરમાર્ગે દોરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજીના હિમ શ્રેણી (આઇસ ક્લાસ વેસલ)ના અત્યાધુનિક જહાજ સાગર નિધિને મોરેશિયસથી બોલાવાયું છે. આ જહાજ શોધ અને બચાવ કાર્યમાં જોડાશે. તે પહોંચી જશે, પણ પાણીમાં કામ કરવા માટે તેણે ચોક્કસ વિસ્તાર જાણવો જરૂરી છે, કારણ કે પાણીની અંદર ઊંડાણમાં જતા જહાજ ત્યાં સુધી શોધખોળ ન કરી શકે, જ્યાં સુધી કોઈ નિશ્ચિત ક્ષેત્ર વિશે જાણતા ન હોઈએ. આથી જ ડોર્નિયર દુર્ઘટના વખતે સબમરીને સ્થળની ઓળખ કરી હતી અને ત્યાર બાદ અમે તેને (ઊંડા પાણીમાં કામ કરતું રિલાયન્સનું જહાજ) મોકલ્યું હતું.

કેવું છે સાગર નિધિ? સાગર નિધિમાં ડાયનેમિક પોઝિશનિંગ પ્રણાલી છે, જે તેની સ્થિતિને સ્થિર રાખે છે અને સમુદ્ર વિજ્ઞાન સંબંધી સંસ્થાઓ માટે તે આવશ્યક છે. તેમાં ROV (માનવયુક્ત સબમરીન્સ) સુનામી મોનિટરિંગ સિસ્ટમની તહેનાતીનો મોટો ડેક એરિયા હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો